Royal Enfield Electric Bike: રોયલ એન્ફિલ્ડની નવી ઇલેક્ટ્રિક બાઇક: લોન્ચ પહેલાં જાણો તેની ખાસિયતો!
Royal Enfield Electric Bike: ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગ વધી રહી છે. આ સેગમેન્ટમાં માત્ર થોડી જ પસંદગીની કંપનીઓ ઇલેક્ટ્રિક બાઇક વેચી રહી છે. હવે ભારતની લોકપ્રિય બાઇક કંપની રોયલ એનફિલ્ડ પણ ઇલેક્ટ્રિક બાઇક લાવી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે તે આ બાઇક ક્યારે લોન્ચ કરશે.
Royal Enfield Electric Bike: રોયલ એનફિલ્ડે પુષ્ટિ આપી છે કે તેઓ નાણાકીય વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટરમાં તેમની પહેલી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ, ફ્લાઇંગ ફ્લી C6 લોન્ચ કરશે. આ બાઇક આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે લોન્ચ કરવામાં આવશે. C6 ના લોન્ચ પછી ટૂંક સમયમાં S6 પણ લોન્ચ કરવામાં આવશે. બધી નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ફ્લાઇંગ ફ્લી બ્રાન્ડ હેઠળ વેચવામાં આવશે. રોયલ એનફિલ્ડે હજુ સુધી નક્કી કર્યું નથી કે નવા ઇલેક્ટ્રિક વાહનો તેમના ટચપોઇન્ટ્સને હાલના ડીલરશીપ નેટવર્ક સાથે શેર કરશે કે નવી ડીલરશીપ ફક્ત ફ્લાઇંગ ફ્લી બ્રાન્ડ માટે ખોલવામાં આવશે.
કંપની પાસે હાલ 200 થી વધુ લોકોની ટીમ છે, જે ફ્લાયિંગ ફ્લી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેઓ આ માટે પહેલેથી 45 પેટેન્ટ દાખલ કરી ચૂક્યા છે અને હાલ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ અનેક ટેસ્ટમાંથી પસાર થઇ રહી છે. હાલમાં ફ્લાયિંગ ફ્લી એ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જે શહેરોમાં ઉપયોગ માટે હશે. તેથી તેનો ઉપયોગ મુખ્યત્વે શહેરોમાં જ કરવામાં આવશે. હાલમાં કંપની આવતી ઇલેક્ટ્રિક બાઇક્સ વિશે વધુ માહિતી શેર નથી કરી રહી જેમ કે તે કેટલી રેન્જ આપશે.
રોયલ એનફીલ્ડ ઇલેક્ટ્રિક બાઇકના ફિચર્સ
રોયલ એનફીલ્ડે પુષ્ટિ કરી છે કે આ બાઇકમાં ABS, ક્રૂઝ કન્ટ્રોલ, ટ્રેકશન કન્ટ્રોલ અને અન્ય આધુનિક ઇલેક્ટ્રોનિક ફિચર્સ શામેલ હશે. મઝેદાર વાત એ છે કે બાઇકને ઘરમાં થ્રી પિન પ્લગથી ચાર્જ કરી શકાશે. આ ઉપરાંત, અપકમિંગ ઇલેક્ટ્રિક બાઇકમાં LED લાઇટિંગ અને ડિજીટલ ડિસ્પ્લે જેવી ઘણી સુવિધાઓ હશે. રોયલ એનફીલ્ડની ફ્લાઈંગ ફ્લી ઇલેક્ટ્રિક બાઇકમાં 5 રાઈડિંગ મોડ હશે, જેના માધ્યમથી તમે ટ્રેકના આધારે રાઈડિંગ મોડ પસંદ કરી શકશો. આ ઉપરાંત, બાઇકમાં કી-સ્ટાર્ટ ફિચર પણ હોઈ શકે છે.
રોયલ એનફીલ્ડની વેચાણમાં થયો વધારો
રોયલ એનફીલ્ડે પ્રથમવાર વર્ષે 10 લાખથી વધુ બાઇક્સ વેચી કરીને મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે, જેમણે કુલ 10,02,893 યુનિટની વેચાણ પહોચી છે. આ વર્ષે સરેરાશ પર 10 ટકા નો વધારો નોંધાયો છે. સ્થાનિક વેચાણ 8.1 ટકા વધીને 9,02,757 યુનિટ સુધી પહોંચી ગયું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેચાણમાં 29.7 ટકા નો વધારો જોવા મળ્યો છે. રોયલ એનફીલ્ડે કુલ 1,00,136 મોટરસાઇકલનું નિકાસ કર્યું છે.