Rishabh Shetty : આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આજે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે તેના તમામ નામો જાહેર કરવામાં આવ્યા છે. આ યાદી ઘણી લાંબી છે અને તેમાં ઘણી મોટી હસ્તીઓના નામ સામેલ છે. તો ચાલો જાણીએ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતા કોણ છે? કોને કઈ શ્રેણીમાં સન્માનિત કરવામાં આવશે?
બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો?
તમને જણાવી દઈએ કે, આ વખતે નેશનલ ફિલ્મ એવોર્ડ સાઉથ એક્ટર ઋષભ શેટ્ટી માટે ખૂબ જ ખાસ થવાનો છે. ‘કંતારા’માં દમદાર ભૂમિકા ભજવવાનું ફળ તેને મળવાનું છે. રિષભ શેટ્ટીને હવે આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાંઆપવામાં આવશે. હવે, રિષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળવાની જાહેરાત થતાં જ સોશિયલ મીડિયા પર ખુશીની લહેર જોવા મળી રહી છે.
70th National Film Awards for the Year 2022 Announced!📽️
Best Actress in a Leading Role (Feature Films) goes to:
1. Nithya Menen for film Thiruchitrambalam (Tamil) &
2. Manasi Parekh for the film Kutch Express (Gujarati)Best Actor in a Leading Role (Feature Films) goes to:… pic.twitter.com/r6L1lQczjh
— PIB India (@PIB_India) August 16, 2024
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની સંપૂર્ણ સૂચિ:
બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- કંતારા
શ્રેષ્ઠ અભિનેતા (મુખ્ય ભૂમિકા)- ઋષભ શેટ્ટી
શ્રેષ્ઠ અભિનેત્રી (મુખ્ય ભૂમિકા) – નિત્યા મેનન, માનસી પારેખ
શ્રેષ્ઠ ફિલ્મ (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ અને કોમિક) – (બ્રહ્માસ્ત્ર)
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ- અટ્ટમ (મલયાલમ)
શ્રેષ્ઠ ડેબ્યૂ ફિલ્મ- ફૌજા (હરિયાણવી)
આરોગ્યપ્રદ મનોરંજન પૂરી પાડતી શ્રેષ્ઠ ફિલ્મઃ કંતારા
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી): કચ્છ એક્સપ્રેસ (ગુજરાતી)
શ્રેષ્ઠ દિગ્દર્શક- સૂરજ બડજાત્યા (ઉંચી હિન્દી)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – નીના ગુપ્તા (ઉંચાઈ હિન્દી), પવન રાજ મલ્હોત્રા – ફૌજા (ગુજરાતી)
શ્રેષ્ઠ બાળ કલાકાર – શ્રીપથ – મલિકપ્પુરમ (મલયાલમ)