Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Auto»Renault Triber Facelift: 7 સીટર કાર હવે માત્ર 6.30 લાખ રૂપિયામાં, ભારતમાં ઉપલબ્ધ
    Auto

    Renault Triber Facelift: 7 સીટર કાર હવે માત્ર 6.30 લાખ રૂપિયામાં, ભારતમાં ઉપલબ્ધ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 23, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Renault Triber Facelift
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Renault Triber Facelift નવી ડિઝાઇન અને વધુ ફીચર્સ સાથે લોંચ

    Renault Triber Facelift: મારુતિ સુઝુકી એર્ટિગાની શરૂઆતની કિંમત ૮.૯૭ લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડેલ માટે ૧૩.૨૬ લાખ રૂપિયા સુધી જાય છે. તે જ સમયે, રેનો ટ્રાઇબર ફેસલિફ્ટની કિંમત ₹ 6.29 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે અને ₹ 8.64 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.

    Renault Triber Facelift:  ભારતીય બજારમાં લાંબા ઇંતજાર બાદ રેનૉલ્ટ ઇન્ડિયાએ 2025 Triber Faceliftને લૉન્ચ કરી દીધું છે, જે આ એમપિવીમાં નવા અપગ્રેડ્સ સાથે આવી છે. રેનૉલ્ટ Triber Faceliftમાં આગળ અને પાછળના ભાગમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે અને તેમાં વધુ ફીચર્સ પણ ઉમેરાયા છે. Triber Faceliftની કિંમત ₹ 6.29 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થઈને ₹ 8.64 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે.

    Renault Triber Facelift: નવી સ્ટાઇલિંગ

    Renault Triber Facelift ના ફ્રન્ટ પ્રોફાઇલમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં બ્લેક કલરના સ્લેટ્સ સાથે નવી ગ્રિલ અને વચ્ચે નવો Renault લોગો છે, જે આ કારને ભારતમાં નવા ડાયમંડ લોગોવાળી પહેલી કાર બનાવે છે. બમ્પર મોટા એર ઇન્ટેક સાથે બદલાયો છે, જ્યારે હેડલેમ્પ ક્લસ્ટર નવા LED DRL સાથે બદલાયો છે. રિયર પ્રોફાઇલમાં વચ્ચે નવી બ્લેક એપ્લિકે છે, જ્યારે ટેલ લાઈટ્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. બમ્પરમાં નવા સિલ્વર એકસેન્ટ અને અન્ય ફેરફાર કરવામાં આવ્યા છે. આ મોડલમાં નવા વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે.

    Renault Triber Facelift

    Renault Triber Facelift: ઇન્ટિરિયર

    કેબિનમાં નવા ડિજિટલ કન્સોલ અને ઇન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ જેવા નાના-મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ત્રણ રો કન્ફિગરેશન કંપનીએ જાળવી રાખ્યું છે, જેના કારણે Triber આ કિંમતે એકમાત્ર સાત-સીટર સબકોમ્પેક્ટ કાર બની ગઈ છે. અન્ય ફેરફારોમાં કેબિનમાં નવા ફેબ્રિક અપહોલ્સ્ટ્રી અને નવા મટેરિયલ્સ શામેલ છે.

    Renault Triber Facelift: એન્જિન

    Renault Triber Faceliftમાં 71 બીએચપી અને 96 એનએમ પીક ટોર્ક જનરેટ કરતી 1.0-લિટર નેચરલી એસ્પિરેિટેડ પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT) સાથે આવે છે.

    Renault Triber Facelift

    Renault Triber Facelift: મુકાબલો

    ભારતીય બજારમાં Renault Triber Faceliftનો મુકાબલો Maruti Suzuki Ertiga સાથે છે. સાથે સાથે આ કાર ટાટા પંચ, હ્યુંદાઈ એક્સેન્ટ, મારુતિ બલેનો અને સ્વિફ્ટ જેવી કારોથી પણ સ્પર્ધા કરે છે, જે સમાન કિંમતે ઉપલબ્ધ છે. જોકે Maruti Suzuki Ertigaની શરૂઆતની કિંમત ₹8.97 લાખથી થાય છે અને ટોચના મોડલ માટે ₹13.26 લાખ સુધી જાય છે.

    Renault Triber Facelift
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Tesla: દેશભરમાં કોઈ પણ જગ્યાથી બુકિંગ માત્ર 22 હજારમાં

    July 23, 2025

    TATA ACE Pro: યુપીમાં ઉદ્યોગસાહસિકતાની નવી લહેરને ગતિ આપવા તૈયાર

    July 23, 2025

    CB 125 Hornet અને Shine 100 DX લોંચ, TVS અને Hero માટે પડકાર

    July 23, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.