Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»તોશખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને રાહત તોશાખાના કેસમાં ઈમરાન ખાનની સજા પર ઈસ્લામાબાદ હાઈકોર્ટની રોક
    WORLD

    તોશખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનને રાહત તોશાખાના કેસમાં ઈમરાન ખાનની સજા પર ઈસ્લામાબાદ હાઈકોર્ટની રોક

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તોશાખાના કેસમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સજા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની તરફેણમાં ચુકાદો આપતા મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો. ઈમરાન ખાન પર સરકારી ગિફ્ટ્‌સ સસ્તા ભાવે ખરીદવાનો અને પછી તે જ ભેટોને ઊંચા ભાવે વેચવાનો આરોપ હતો.ઈસ્લામાબાદ હાઈકોર્ટે સોમવારે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનની ત્રણ વર્ષની જેલની સજાને સસ્પેન્ડ કરવાની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ૈંૐઝ્રના ચીફ જસ્ટિસ આમિર ફારુક અને જસ્ટિસ તારિક મહમૂદ જહાંગીરીની ડિવિઝન બેન્ચે બંને પક્ષકારોના વકીલને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. નીચલી અદાલતે ૫ ઓગસ્ટે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા ખાનને દોષિત ઠેરવ્યો હતો અને તેને આ કેસમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. ઈમરાન ખાન પર ૨૦૧૮-૨૦૨૨ દરમિયાન તેમના કાર્યકાળ દરમિયાન તેમને અને તેમના પરિવાર દ્વારા મળેલી સરકારી ભેટોને ગેરકાયદેસર રીતે વેચવાનો આરોપ હતો. આ કેસમાં સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. તેમના પર પાંચ વર્ષ માટે રાજનીતિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કારણે તે આગામી સામાન્ય ચૂંટણીમાં પણ ભાગ લઈ શકશે નહીં.પાકિસ્તાનના કાયદા અનુસાર, વિદેશી રાજ્યના મહાનુભાવો તરફથી મળેલી કોઈપણ ભેટને સ્ટેટ ડિપોઝિટરી એટલે કે તોશાખાનામાં રાખવાની હોય છે.

    જાે રાજ્યના વડા ભેટને જાળવી રાખવા માંગે છે, તો તેણે તેની કિંમત જેટલી રકમ ચૂકવવી પડે છે. આ હરાજી પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ભેટો કાં તો તોશાખાનામાં જમા રાખવામાં આવે છે અથવા તો તેની હરાજી કરી શકાય છે અને તેના દ્વારા મળેલી રકમ રાષ્ટ્રીય તિજાેરીમાં જમા કરવામાં આવે છે.પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા ઈમરાન ખાન પર આરોપ છે કે તેઓ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે સ્ટેટ ડિપોઝિટરી, તોશાખાનામાંથી ડિસ્કાઉન્ટ કિંમતે મળેલી મોંઘી ગ્રાફ કાંડા ઘડિયાળ સહિતની ભેટો ખરીદી હતી અને તેને નફા માટે વેચી હતી. ઈમરાન ખાનને તેમની સત્તાવાર મુલાકાતો દરમિયાન લગભગ ૧૪ કરોડ રૂપિયાની ૫૮ ભેટ મળી હતી. આ મોંઘીદાટ ભેટ તોષાખાનામાં જમા કરવામાં આવી હતી. બાદમાં ઈમરાન ખાને તેમને તોશાખાનામાંથી સસ્તા ભાવે ખરીદ્યા અને બાદમાં મોંઘા ભાવે બજારમાં વેચી દીધી હતી. આ સમગ્ર પ્રક્રિયા માટે તેમણે સરકારી કાયદામાં ફેરફાર પણ કર્યા હતા.મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ઈમરાને તોશાખાનામાંથી આ ગિફ્ટ્‌સ ૨.૧૫ કરોડ રૂપિયામાં ખરીદી હતી અને તેને વેચીને ૫.૮ કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો. આ ભેટોમાં એક ગ્રાફ ઘડિયાળ, કફલિંકની જાેડી, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા ગયા વર્ષે ઓક્ટોબરમાં વેચાણની વિગતો શેર ન કરવા બદલ તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Trump-Xi meeting: ટ્રમ્પ-શીની મુલાકાત પછી પણ અમેરિકામાં TikTok ની સ્થિતિ અસ્પષ્ટ

    October 30, 2025

    Donald Trump: ટ્રમ્પના ટેરિફ પર યુએસ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, નાના વ્યવસાયોમાં ચિંતા

    October 24, 2025

    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ APEC Summit 2025 હાજરી આપશે

    October 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.