Reliance Disney Merger
Competition Commission of India: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ સંયુક્ત સાહસમાં રૂ. 11,500 કરોડનું રોકાણ કરશે. આમાં ઉદય શંકર વાઇસ ચેરમેન બનવા જઈ રહ્યા છે.
Competition Commission of India: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડિઝની હોટસ્ટારના મર્જરને કોમ્પિટિશન કમિશન ઑફ ઈન્ડિયા (CCI) તરફથી મંજૂરી મળી છે. આ સાથે જ ભારતની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપનીની રચનાનો રસ્તો સાફ થઈ ગયો છે. બંને કંપનીઓના સંયુક્ત સાહસનું બજાર મૂલ્ય અંદાજે રૂ. 70,350 કરોડ છે. તાજેતરમાં, માહિતી પ્રકાશમાં આવી હતી કે સીસીઆઈએ ક્રિકેટ પ્રસારણ અધિકારોને લઈને આ મર્જર સામે કેટલાક વાંધો ઉઠાવ્યા હતા. આ બાબતે મામલો અટક્યો હતો. જો કે, બંને કંપનીઓ તરફથી પ્રતિસાદ મળ્યા બાદ, CCEએ આ મર્જરને મંજૂરી આપી હતી.
આ નિર્ણય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી એજીએમ પહેલા આવ્યો છે
CCI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વાયકોમ 18, ડિજિટલ 18, સ્ટાર ઇન્ડિયા અને સ્ટાર ટીવીના મર્જરને અમારા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભારતીય સ્પર્ધા પંચનો આ નિર્ણય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી એજીએમ (વાર્ષિક સામાન્ય સભા) પહેલા આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ સંયુક્ત સાહસમાં રૂ. 11,500 કરોડનું રોકાણ કરશે.
મર્જરની જાહેરાત ફેબ્રુઆરી 2024માં કરવામાં આવી હતી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની વાયાકોમ 18 અને ડિઝનીની ભારતીય કંપની સ્ટાર ઈન્ડિયાએ ફેબ્રુઆરી 2024માં તેમના વ્યવસાયોને મર્જ કરવાની જાહેરાત કરી હતી. આ મર્જરને કારણે દેશની સૌથી મોટી ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ કંપનીનો જન્મ થશે. નિર્ણય હેઠળ, Viacom 18 ના મીડિયા ઓપરેશન્સને Star India માં મર્જ કરવામાં આવશે. આ સંયુક્ત સાહસનું બજાર મૂલ્ય અંદાજે 70 હજાર કરોડ રૂપિયા હશે. રિલાયન્સ અને ડિઝની મળીને સોની, નેટફ્લિક્સ અને એમેઝોનને ટક્કર આપશે.
C-2024/05/1155 Commission approves the proposed combination involving Reliance Industries Limited, Viacom18 Media Private Limited, Digital18 Media Limited, Star India Private Limited and Star Television Productions Limited, subject to the compliance of voluntary modifications. pic.twitter.com/S2JVzw2VgR
— CCI (@CCI_India) August 28, 2024
નીતા અંબાણી સંયુક્ત સાહસના અધ્યક્ષ રહેશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા અનુસાર નવા બોર્ડમાં 10 સભ્યો હશે. જેમાં રિલાયન્સના 5, ડિઝનીના 3 અને 2 સ્વતંત્ર ડિરેક્ટર હશે. આ મર્જર નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા કે ચોથા ક્વાર્ટર સુધીમાં પૂર્ણ થઈ જશે. આ સંયુક્ત સાહસના અધ્યક્ષ નીતા અંબાણી હશે. ઉદય શંકર કંપનીના વાઇસ ચેરમેન બનશે.