ડાંગ જિલ્લાના આહવા તાલુકાની 2 અને સુબીર તાલુકાની 4 મળીને કુલ 6 દુધ ઉત્પાદક સહકારી મંડળીઓની નોંધણી રદ કરવામા આવી છે. ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર શ્રી એચ.ડી.કાછડ તરફથી મળેલી અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, આહવા તાલુકાની (૧) શ્રી મહિલા સંચાલિત હારપાડા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. નોંધણી નંબર.35895 છે. આ મંડળી તા.28/10/2005 થી નોંધાયેલ છે. તથા (2) ગડત દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. નોંધણી નંબર.37953 છે. આ મંડળી તા.10/10/2007 થી નોંધાયેલ છે. સુબિર તાલુકાની (૧) શ્રી મહિલા સંચાલિત ઉગા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. નોંધણી નંબર. 37988 છે. આ મંડળી તા.28/05/2012 થી નોંધાયેલ છે.
(2) કેળ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. નોંધણી નંબર. 35926 છે. આ મંડળી તા. 23/05/2006 થી નોંધાયેલ છે. (3) ગીરમાળ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. નોંધણી નંબર.35418 છે. આ મંડળી તા.27/12/2004 થી નોંધાયેલ છે. (4) બુરથડી દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. નોંધણી નંબર.35417 છે. આ મંડળી તા.29/12/2004 થી નોંધાયેલ છે.ડાંગ જિલ્લાના આહવા અને સુબિર તાલુકાની કુલ 6 શ્રી મહિલા સંચાલિત દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને ફડચામા લઈ જવાનો અંતિમ હુકમ કરવામા આવેલ હતો. ફડચા અધિકારીશ્રીના અભિપ્રાય મુજબ ફડચાનુ કામ પુર્ણ થયેથી આ મંડળીની નોંધણી રદ્દ કરવામા આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા જણાવાયુ છે.
