Redmi Note 14 SE 5G ની બધી સુવિધાઓ જાણો
Redmi Note 14 SE 5G ભારતમાં લોન્ચ. તેમાં 50MP કેમેરા અને 45W ચાર્જિંગ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. તેની કિંમત ૧૪,૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે. બધી સુવિધાઓ જાણો અને વેચાણ ક્યારે શરૂ થશે…
edmi Note 14 SE 5G: શાઓમી એ ભારતમાં પોતાના નવા સ્માર્ટફોન Redmi Note 14 SE 5G ને લોન્ચ કરી દીધું છે. એવું કહેવું ખોટું નહીં કે આ ફોન લગભગ ગયા વર્ષે આવેલી Redmi Note 14 5G જેવો જ છે, પણ તેમાં એક નવું અને સુંદર Crimson Art કલર વેરિયન્ટ ઉમેરાયું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ વેરિયન્ટ ગાઢ લાલ રંગના શેડ અને મેટ-ગ્લૉસી ફિનિશ સાથે આવે છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે. આ ફોન Mystic White અને Titan Black કલરમાં પણ ઉપલબ્ધ રહેશે.
Redmi Note 14 SE 5G ની કિંમત ભારતમાં ₹14,999 રાખવામાં આવી છે. આ ફોન ફક્ત 6GB + 128GB વેરિયન્ટમાં મળશે. તેની વેચાણ 7 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ, mi.com અને ઓફલાઇન સ્ટોર્સ પર શરૂ થશે. ગ્રાહકોને બેંક કાર્ડથી ખરીદી પર ₹1,000 નો ઇન્સ્ટન્ટ કેશબેક અથવા જૂના ફોનના એક્સચેન્જ પર ₹1,000 સુધીની વધારાની છૂટ મળવાની સંભાવના છે.

પાવર માટે આ ફોનમાં 5110mAh બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, સ્ટિરિયો સ્પીકર્સ, Dolby Atmos, 3.5mm ઓડિયો જૅક અને IP64 ડસ્ટ-સ્પ્લેશ રેસિસ્ટન્સ જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G સપોર્ટ, Wi-Fi 5, Bluetooth 5.3 અને USB Type-C પોર્ટ પણ છે.