બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની નાની બહેન નૂપુર સેનન પણ તેની મોટી બહેનની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે. તે પહેલીવાર એક્ટર અક્ષય કુમાર સાથે મ્યુઝિક વીડિયો ‘ફિલહાલ’માં જાેવા મળી હતી. આ પછી આ ગીતની સિક્વલ ‘ફિલહાલ ૨’માં પણ જાેવા મળી હતી. હવે નૂપુર તેની પાન ઈન્ડિયા ફિલ્મ ‘ટાઈગર નાગેશ્વર રાવ’ને લઈને ચર્ચામાં છે. નુપુર સેનન સાઉથના સુપરસ્ટાર રવિ તેજા સાથે ફિલ્મ ‘ટાઈગર નાગેશ્વર રાવ’ દ્વારા પાન ઈન્ડિયામાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. સોમવારે ફિલ્મની અભિનેત્રીનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે, જેને અભિનેત્રી કૃતિ સેનને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સાથે જ તેણે પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે. પોસ્ટર શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, મારી બહેનની પ્રથમ પાન ઇન્ડિયા ફિલ્મનું પોસ્ટર લૉન્ચ કરતાં વધુ ગર્વ અનુભવું છું.
અમારા ટાઇગરને પ્રેમથી મળો. પોસ્ટરમાં નૂપુર ગુલાબી અને વાદળી રંગના ડ્રેસમાં ટ્રેનની બારીમાંથી બહાર જાેતી જાેવા મળે છે. તાજેતરમાં જ રવિ તેજાનો ફર્સ્ટ લૂક અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર જાેયા પછી ચાહકો વધુ ઉત્સાહિત થઈ ગયા. ટીઝરમાં રવિની ભયાનક સ્ટાઈલ જાેવા મળી હતી. આ ફિલ્મમાં રવિ તેજા, અનુપમ ખેર અને મુરલી શર્મા ઉપરાંત નૂપુર સેનન અને ગાયત્રી ભારદ્વાજ પણ જાેવા મળશે. ‘ટાઈગર નાગેશ્વર રાવ’ અભિષેક અગ્રવાલ દ્વારા અભિષેક અગ્રવાલ આર્ટ્સના બેનર હેઠળ નિર્મિત છે. આ ફિલ્મ ૨૦ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે.