Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠક ૧૦મી ઓગસ્ટે યોજાશે RBI રેપો રેટમાં ફેરફાર ન કરે તેવા સંકેત, EMI માં રાહત નહીં મળે
    India

    આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠક ૧૦મી ઓગસ્ટે યોજાશે RBI રેપો રેટમાં ફેરફાર ન કરે તેવા સંકેત, EMI માં રાહત નહીં મળે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 26, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠક આગામી ૧૦મી ઓગસ્ટ-૨૦૨૩ના રોજ યોજનારા છે. આ બેઠક પૂર્ણ થયા બાદ લેવાયેલા ર્નિણયોની જાહેરાત કરવામાં આવશે. જાેકે હાલ એવું મનાઈ આવી રહ્યું છે કે, આ બેઠકમાં આરબીઆઈ તેની પોલિસી રેટ્‌સ એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. એટલે કે રેપો રેટ ૬.૫૦ ટકાના વર્તમાન સ્તરે હોલ્ડ થઈ શકે છે. એચએસબીસીએ તેના રિપોર્ટમાં પણ આવું જ કહ્યું છે. આરબીઆઈના આ ર્નિણયથી મોંઘી ઈએમઆઈમાં રાહતની આશા રાખનારાઓને સૌથી મોટો ઝટકો લાગી શકે છે. મે મહિનામાં છૂટક ફુગાવાનો દર ઘટીને ૪.૨૫ ટકા પર આવી ગયો હતો, ત્યારે એવી આશાઓ બંધાઈ હતી કે, આગામી દિવસોમાં લોન સસ્તી થવાનો તબક્કો શરૂ થઈ શકે છે, જાેકે જૂન મહિનામાં છુટક ફુગાવાના દરનો આંકડો ૫૦ બેસિસ પોઈન્ટથી વધુ ઉછળીને ૪.૮૧ ટકા પર પહોંચતા મોંઘી ઈએમઆઈમાં રાહતની આશાઓ પર પાણી ફેરવી ગયું હતું.

    જૂન મહિનામાં સામાન્ય વરસાદના કારણે ટામેટાની કિંમતોમાં ૪૦ ટકાનો ઉછાળો જાેવા મળ્યો અને ઘણા શહેરોમાં ટામેટાની કિંમત ૨૫૦ રૂપિયે પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી. સામાન્ય વરસાદ, પૂર અને ચોમાસામાં મોડું થવાના કારણે જુદા-જુદા રાજ્યોમાં ખરીફ પાકની વાવણી પર અસર પડી છે, જેના કારણે ચોખાની કિંમતોમાં ભારે ઉછાળો જાેવા મળ્યો છે. સરકારે સાવચેતીના ભાગરૂપે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તુવેર દાળની કિંમતો પણ આસામાને પહોંચી છે. છુટક માર્કેટમાં અરહર દાળ૧૮૦થી ૨૦૦ રૂપિયે પ્રતિ કિલો વેચાઈ રહી છે, તો ઘઉંની કિંમતમાં પણ વધારો જાેવા મળ્યો છે. હાલ સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ યથાવત્‌ રાખ્યો છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આવી સ્થિતિમાં સરકાર કોઈપણ પ્રકારનું જાેખમ લેવા માંગતી નથી.

    ખાદ્ય ફુગાવો ઊંચો રહેવાની સંભાવના છે. ઉપરાંત રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ગત એક સપ્તાહમાં ઘઉંની કિંમતોમાં પણ ઝડપથી ઉછાળો જાેવા મળી રહ્યો છે. ખાદ્ય તેલની કિંમતોમાં પણ ફરી વધારો જાેવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં મોંઘવારી સતત વધવાને કારણે મોંઘી ઈએમઆઈમાંથી રાહત મળવાની સંભાવના ખુબ જ ઓછી જાેવા મળી રહી છે. ઇમ્ૈં ગવર્નર શક્તિકાંત દાસે વારંવાર કહ્યું છે કે, મોંઘવારી સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી… અને હજુ પણ લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ૮થી ૧૦ ઓગસ્ટ યોજાનારી આરબીઆઈની નાણાકીય નીતિની બેઠકમાંથી કોઈ રાહતની અપેક્ષા રાખવી વ્યર્થ કહેવાશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IndiGo: 1,600 ફ્લાઇટ્સ રદ, DGCA નારાજ – ઇન્ડિગો દૈનિક રિપોર્ટ સબમિટ કરશે

    December 11, 2025

    DRDO Jobs: 764 જગ્યાઓ માટે મોટી ભરતી, અરજીઓ ખુલી

    December 11, 2025

    SC: “સમાજમાં ફરવાનો કોઈ અધિકાર નથી” – એસિડ હુમલાખોરો પર સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.