રાજ્યમાં હાર્ટ એટેક આવતા યુવાનોના અચાનક મોતના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે જેતપુરની ૨૦ વર્ષીય યુવતીનું જન્માષ્ટમીનાં મેળામાં ચકડોળમાં બેઠી હતી ત્યારે હાર્ટ એટેકથી મોત નીપજ્યુ છે. આ સમાચાર ફેલાતાની સાથે આખા ગામમાં શોક છવાઇ ગયો હતો. નોંધનીય છે કે, રાજકોટમાં જન્માષ્ટમીના દિવસે જ બે યુવાનોના પણ હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના જેતપુરના લોકમેળામાં યુવતીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ છે. મેળામાં યુવતી ચકડોળમાં બેઠી હતી તે જ સમયે યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો. અચાનક તેને ચક્કર આવ્યા હતા. જે બાદ યુવતીને સારવાર અર્થે પહેલા ખાનગી હોસ્પિટલ અને બાદમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના જેતપુરના લોકમેળામાં યુવતીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ છે. મેળામાં યુવતી ચકડોળમાં બેઠી હતી તે જ સમયે યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો.
અચાનક તેને ચક્કર આવ્યા હતા. જે બાદ યુવતીને સારવાર અર્થે પહેલા ખાનગી હોસ્પિટલ અને બાદમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. રાજ્યમાં યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવ વધતા ચિંતા વ્યાપી ગઈ છે. રાજકોટમાં જન્માષ્ટમીનાં કાર્યક્રમમાં ૨૫ વર્ષીય જતીન સરવૈયા નામના યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે આ બનાવ બન્યો હતો. જન્માષ્ટમીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જતીન સરવૈયાના મોતથી પરિવારજનો તથા આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. રાજકોટની સાથે જેતપુરમાં પણ યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. વિજય મેઘનાર્થી નામના ૨૬ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. યુવાનને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લવાતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતકના મૃતદેહને પીએમ અર્થ ખસેડાયો હતો. આ સમાચારને કારણે પરિવાર અને આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.