Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઉત્તરાખંડ અને હિમાચલમાં વરસાદનો કહેર ઉત્તરાખંડમાં વરસાદે ૯૩નાં ભોગ લીધા, ૧૯૧૪ ઘરો ધરાશાયી
    India

    ઉત્તરાખંડ અને હિમાચલમાં વરસાદનો કહેર ઉત્તરાખંડમાં વરસાદે ૯૩નાં ભોગ લીધા, ૧૯૧૪ ઘરો ધરાશાયી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 4, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આ વખતે ચોમાસું કાળ બનીને આવ્યો હતો. અહીં જાન-માલનું મોટાપાયે નુકસાન થયું. ઉત્તરાખંડમાં આ વર્ષે આપત્તિ ૧૫ જૂનથી અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ પરિવારો ક્યારેય ન પૂરાઈ શકે તેવા ઘા આપી ગઈ. આ પરિવારોએ ૯૩ જેટલા સ્વજનોને ગુમાવી દીધા. જાેકે ૧૬ની તો હજુ ભાળ જ મળી નથી. આટલું જ નહીં ૫૧થી વધુ લોકો ઘવાયાનો આંકડો પણ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૮૦ દિવસ સમગ્ર રાજ્ય પર ભારે વીત્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના આંકડા પર ધ્યાન આપીએ તો આપત્તિમાં ન ફક્ત જાનહાનિ થઈ છે પણ ૧૯૧૪ ઘરો ધરાશાયી થઈ ગયા છે. તેમાં ૫૬ નો તો નામોનિશાન જ મટી ગયો છે. જાેકે ૧૮૧ મકાનો રહેવા લાયક પણ રહ્યા નથી. બાકીના ઘરોને આંશિકરૂપે નુકસાન થયું છે. અતિવૃષ્ટિ, ભૂસ્ખલન તથા પૂર જેવી સ્થિતિઓને લીધે તમામ જિલ્લામાં નુકસાન થયું. રુદ્રપ્રયાગ જિલ્લામાં સર્વાધિક જાનહાનિ થઈ. અહીં ૨૧થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. જાેકે ૧૩ની કોઈ ભાળ મળી નથી. પશુધનની વાત કરીએ તો અત્યાર સુધી ૭૭૯૮ ઢોર ઢાંખરના મોત નીપજ્યા છે. આ ઉપરાંત માર્ગો, પીવાના પાણીની સુવિધા, વીજલાઈનો સહિત જાહેર સંપત્તિને પણ મોટાપાયે નુકસાન થયું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Cancer: ભારતમાં કેન્સરનું જોખમ વધ્યું: પાંચ વર્ષમાં 10% થી વધુ વધારો

    December 6, 2025

    IndiGo crisis: ફ્લાઇટ રદ અને વિલંબ કેમ વધી રહ્યા છે? સંપૂર્ણ સમયરેખા, કારણો અને આગળના સંભવિત સુધારાઓ જાણો

    December 5, 2025

    CBSE: શું CBSE અને રાજ્ય બોર્ડનું મર્જર થશે? એક મોટું સરકારી નિવેદન સામે આવ્યું

    December 4, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.