Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»INDIA»Railway Minister: પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટના પર રેલ મંત્રીની પ્રતિક્રિયા,જાણો શું કહ્યું
    INDIA

    Railway Minister: પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટના પર રેલ મંત્રીની પ્રતિક્રિયા,જાણો શું કહ્યું

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 17, 2024No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. ન્યૂ જલપાઈગુડીમાં કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી તેજ ગતિએ આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી. સિલિગુડીને પાર કર્યા બાદ રંગપાનીર સ્ટેશન પાસે સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસનો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેનની પાછળની ત્રણ બોગીને ભારે નુકસાન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મુસાફરોના મોત થયા છે.

    ટ્રેનની બોગી હવામાં કેટલાય ફૂટ ઉછળી હતી

    રેલ્વે તરફથી મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે પેસેન્જર બોગી અને એક પાર્સલ બોગીને નુકસાન થયું છે. ઘટના સ્થળે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. અથડામણને કારણે ટ્રેનના ડબ્બા હવામાં કેટલાય ફૂટ ઉછળ્યા હતા, જેના પગલે સ્થળ પર હોબાળો મચી ગયો હતો.

    રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શોક વ્યક્ત કર્યો હતો

    રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. રેલવે, NDRF અને SDRF સાથે મળીને કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

    Unfortunate accident in NFR zone. Rescue operations going on at war footing. Railways, NDRF and SDRF are working in close coordination. Injured are being shifted to the hospital. Senior officials have reached site.

    — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2024

    નોર્થ ફ્રન્ટિયર રેલ્વે કટિહાર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યાની આસપાસ થયેલા આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અપ્રમાણિત અહેવાલો છે.

    Railway Minister:
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    OneIndia: ડિસેમ્બર 2024 માં સૌથી ઝડપથી વિકસતી 10 વેબસાઇટ્સમાં સ્થાન અને વૈશ્વિક સ્તરે ટોચની 50 સાઇટ્સમાં સમાવિષ્ટ

    January 17, 2025

    HMPV: આસામના ડિબ્રુગઢમાં 10 મહિનાના બાળકનો વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો

    January 11, 2025

    International Yoga Day: બરફના પહાડોથી રેતાળ મેદાનો સુધી..સૈનિકોએ કર્યો યોગ.

    June 21, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.