ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં યુવકો ક્રિકેટ રમતા અથવા રોજિંદુ કામ કરતા કરતા હાર્ટ એટેકથી મૃત્યુ પામતા હોય એવી ઘટના સામે આવી રહી છે. ત્યારે રાજ્યમાં વધુ એકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. સુરત શહેરમાં ઇછહ્લ જવાનનું હાર્ટ એટેકથી નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. વાત જાણે એમ છે કે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ સુરતમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધરમપાલ (ઉં.વ ૫૮) લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન અચાનક જ તેઓ રસ્તા પર ઢળી પડ્યા હતા. જે બાદ તેઓેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં તબીબ દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તબીબે તેમના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટક જણાવ્યું હતું. ઇછહ્લ જવાનના મૃત્યુના દુઃખદ સમાચાર તેમના પરિવારજનોને આપવામાં આવતા પરિવારમાં માતમ છવાયો છે. તેમને મૃતદેહને ઉત્તરપ્રદેશ તેમના વતનમાં મોકલવામાં આવ્યો છે.
