Gmail
Google ટૂંક સમયમાં Gmail માટે ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) માટે SMS કોડને હટાવવાની યોજના બનાવી રહ્યું છે. રિપોર્ટ મુજબ, કંપની હવે ક્વિક રિસ્પોન્સ (QR) કોડ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ Google એકાઉન્ટ્સની સુરક્ષા વધારે મજબૂત બનાવવાનો છે, કારણ કે સાઇબર ગુનેગારો SMS લૉગિન કોડની હેરાફેરી કરીને હેકિંગ કરી શકે છે.
“SMS કોડ વપરાશકર્તાઓ માટે મોટા સુરક્ષા જોખમો ઊભા કરી શકે છે. તેથી, અમે એક નવી અને વધુ સુરક્ષિત પદ્ધતિ રજૂ કરી રહ્યા છીએ, જે સાયબર હુમલાના જોખમને ઘટાડશે અને વપરાશકર્તાઓને વધુ સુરક્ષા આપશે.”
- અત્યાર સુધી, જ્યારે કોઈ વપરાશકર્તા પોતાના Gmail એકાઉન્ટમાં લૉગિન કરતો હતો, ત્યારે તેને 6-અંકનો SMS કોડ મળતો હતો, જે તેને પાસવર્ડ દાખલ કર્યા પછી એન્ટર કરવો પડતો હતો.
- Googleએ 2011માં પ્રથમ 2FA સિસ્ટમરજૂ કરી હતી, પરંતુ તે સમય સાથે અપગ્રેડ કરવામાં આવી છે.
- હવે, SMS આધારિત 2FA ની જગ્યાએ Gmail વપરાશકર્તાઓને QR કોડ બતાવવામાં આવશે, જે તમારા સ્માર્ટફોનના કેમેરા એપ અથવા Google Authenticator દ્વારા સ્કેન કરીને લૉગિન કરી શકાશે.
- આ બદલાવ SMS આધારિત ફિશિંગ અને સાઇબર હુમલાઓને અટકાવશે.
SMS-આધારિત 2FA અનેક સુરક્ષા જોખમો સાથે આવે છે, જેમ કે સિમ સ્વેપિંગ હુમલા, ફિશિંગ અને માલવેર. સાયબર ગુનેગારો ઘણીવાર વપરાશકર્તાઓને તેમના SMS કોડ મેળવવા અને તેમના એકાઉન્ટ્સ સુધી પહોંચવા માટે છેતરપિંડી કરે છે.
Googleનો આ ફેરફાર સુરક્ષાને મજબૂત બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. SMS આધારિત 2FA દૂર કરીને QR કોડ સિસ્ટમ લાગુ કરવાથી વપરાશકર્તાઓ માટે વધુ સુરક્ષિત અને અનુકૂળ રહેશે. જો તમે Gmail વપરાશકર્તા છો, તો નજીકના ભવિષ્યમાં Google Authenticator જેવી એપ્લિકેશનોનો ઉપયોગ શરૂ કરવો એ એક સારો વિચાર હોઈ શકે છે.