ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અનેક વાર દારૂ પકડાતો હોય છે. જાેકે તમે ક્યારેય એવું જાેયું છે કે, કોઈ ડાયરામાં PSI પર બુટલેગર પૈસા ઉડાડતા હોય ? આવી જ એક ઘટના નવસારીથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, અગાઉ નવસારીમાં અને હાલ સુરતમાં ફરજ બજાવતા PSI એક ડાયરામાં ભાગ લેવા નવસારી પહોંચ્યા હતા. જ્યાં તેમની પર બુટલેગરોએ પૈસાનો વરસાદ કર્યો હતો. નવસારીમાં નવસારીમાં ડાયરામાં બુટલેગર સાથે પોલીસની સંડોવણી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નવસારી શહેરમાં સાંઇ મંદિરના લાભાર્થે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાેકે આ ડાયરામાં અગાઉ નવસારીમાં ફરજ બજાવી ચૂકેલ અને હાલ સુરતમાં PSI તરીકે ફરજ બજાવતાં એસ.એફ.ગોસ્વામી સ્ટેજ પર બુટલેગર સાથે દેખાતા ચકચાર મચી ગઈ છે. બુટલેગરોએ PSI પર ઉડાડ્યા પૈસા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં PSI સાથે બુટલેગર લાલો, દીપક ઉર્ફે બાબાએ રૂપિયા ઉડાવ્યા હતા. આ સાથે લિસ્ટેડ બુટલેગર લાલો પટેલ PSI નો વીડિયો ઉતારતો નજરે પડ્યો છે. આ તરફ હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં PSI અને બુટલેગરની જુગલબંધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
