Coal India
કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના અહેવાલો આવવા લાગ્યા છે, જેમાં મોટાભાગની કંપનીઓના નફામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારત સરકારની મહારત્ન કંપની કોલ ઇન્ડિયાના નફામાં પણ ઘટાડો થયો છે. દેશમાં મુખ્યત્વે વીજ ઉત્પાદન માટે કોલસો પૂરો પાડતી કોલ ઇન્ડિયાના ત્રીજા ક્વાર્ટરમાં નફામાં 17.49%નો ઘટાડો નોંધાયો
રિપોર્ટ અનુસાર, કોલ ઇન્ડિયાએ આ ક્વાર્ટરમાં ₹8,481.22 કરોડનો નફો કર્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹10,291.71 કરોડ કરતા ઘણો ઓછો છે. આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક પણ ₹35,779.78 કરોડ રહી, જે ગયા વર્ષના સમાન સમયગાળાના ₹36,153.97 કરોડ કરતા 1.03% ઓછી છે.
કોલસાના ઉત્પાદનમાં વધારો
નફામાં ઘટાડો થવા છતાં, કોલસાના ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. ત્રીજા ક્વાર્ટરમાં, કોલ ઇન્ડિયાએ 202.02 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કર્યું, જે પાછલા વર્ષના 198.99 મિલિયન ટન કરતા 2% વધુ છે.
છેલ્લા નવ મહિનામાં કોલ ઇન્ડિયાનો કુલ નફો ₹25,709.57 કરોડ હતો, જ્યારે કંપનીની કુલ આવક ₹1,02,917.27 કરોડ હતી. જોકે, નફામાં ઘટાડાથી આર્થિક જગતમાં ચિંતા વધી ગઈ છે.
સ્થાનિક માંગ હોવા છતાં કોલ ઇન્ડિયા સસ્તા વિદેશી કોલસાની આયાતથી પડકારોનો સામનો કરી રહી છે, જે તેના બજાર પ્રભુત્વને અસર કરી રહી છે. નફામાં ઘટાડો સૂચવે છે કે કંપનીને ભવિષ્યમાં તેની વ્યૂહરચના મજબૂત બનાવવાની જરૂર છે.
