Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે સોફ્ટવેરની જેમ પ્રોગ્રામ અપડેટ કરવા જરૂરી ઃ મોદી
    Gujarat

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે સોફ્ટવેરની જેમ પ્રોગ્રામ અપડેટ કરવા જરૂરી ઃ મોદી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 28, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. શુક્રવારે, તેમના પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત એક પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ ૨૦૨૩માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ સોફ્ટવેરને અપડેટ કરવાની જરૂર છે તેમ પ્રોગ્રામને પણ અપડેટ કરવાની જરૂર છે. આના દ્વારા ઉદ્યોગ, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ સાથેના જાેડાણો અદ્યતન રહે છે. હું પણ માનું છું કે સંબંધોમાં સુમેળ માટે આ જરૂરી છે.
    ગુરુવારે મોડી રાત્રે પીએમમોદીએ ગાંધીનગરના રાજભવનમાં ગુજરાતના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સમગ્ર મંત્રી પરિષદ હાજર રહ્યા હતા. રાજભવન ખાતે પીએમ મોદી સાથેની બેઠક દરમિયાન તમામ મંત્રીઓએ વડાપ્રધાનને પોતપોતાના વિભાગો દ્વારા કરવામાં આવતા મોટા કામો વિશે વિગતવાર માહિતી આપી હતી. આ સાથે મંત્રીઓએ મુખ્ય યોજનાઓ, પ્રોજેક્ટ્‌સ અને ભાવિ યોજનાઓની વિગતો શેર કરી હતી.
    સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ-૨૦૨૩માં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘આ ઈવેન્ટ સોફ્ટવેર અપડેટ કરવા જેવી છે. જેના દ્વારા ઉદ્યોગ, નિષ્ણાતો અને નીતિ ઘડવૈયાઓ સાથેના સંબંધો અપડેટ કરવામાં આવે છે. મને પણ લાગે છે કે સંબંધોમાં સુમેળ માટે તે જરૂરી છે…’

    સેમિકોન ઈન્ડિયા ૨૦૨૩ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુજરાતમાં પહેલીવાર ખુલી રહ્યા છે. તે અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકાર દ્વારા સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે એક ખાસ અને સમર્પિત સેમિકન્ડક્ટર નીતિ ઘડવામાં આવી છે. અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી ગુજરાતને સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગાંધીનગરમાં સેમિકોન ઈન્ડિયા ૨૦૨૩’માં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની યુ.એસ.ની મુલાકાત દરમિયાન, ત્રણ મોટા સેમિકન્ડક્ટર કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પ્રથમ એક માઈક્રોન ટેક્નોલોજી છે. જ્યારે બીજાે એપ્લાઈડ મટિરિયલ્સ છે, જે સૌથી જટિલ છે. આ ઉપકરણ કે જે સેમિકન્ડક્ટર ઉત્પાદન કરી શકે છે.
    સેમિકોન ઈન્ડિયા ૨૦૨૩’માં ફોક્સકોનના ચેરમેન યંગ લિયુએ પીએમ મોદી સાથેની તેમની વાતચીતને યાદ કરી અને કહ્યું કે આઈટીનો અર્થ ઈન્ડિયા અને તાઈવાન બંને છે. લિયુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તાઇવાન ભારતનું સૌથી મજબૂત ભાગીદાર છે. તેઓ સાથે મળીને સહિયારી દ્રષ્ટિ અને સામૂહિક પ્રયત્નો વડે મોટી સફળતા હાંસલ કરી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.