Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ચૂંટણી પહેલા ભાવ ઘટવા માંડ્યા ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૫૭ રુપિયાનો ઘટાડો
    India

    ચૂંટણી પહેલા ભાવ ઘટવા માંડ્યા ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૫૭ રુપિયાનો ઘટાડો

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 1, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આજે એકવાર ફરી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે. આ સાથે લોકો માટે ખુશીનો ડબલ ડોઝ આવ્યો છે. જાેકે આજનો ઘટાડો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં થયો છે. સરકારી તેલ કંપનીઓ દર વખતે મહિનાની પહેલી તારીખે ગેસની કિંમતોનો રિવ્યુ કરે છે અને તે મુજબ વધારો ઘટાડો કરે છે. તેવામાં આ કંપનીઓએ ૧ સપ્ટેમ્બરથી લાગુ કિંમતોને અપડેટ કરી દીધી છે. જે મુજબ ડોમેસ્ટિકની કિંમતોમાં ૩ દિવસ પહેલાં કરવામાં આવેલ ફેરફાર યથાવત રાખ્યો છે પરંતુ સાથે સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં પણ ૧૫૭ રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આજ સપ્તાહમાં મંગળવાર એટલે કે ૨૯ ઓગસ્ટના દિવસે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાં ૨૦૦ રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ફેરફાર બાદ દેશમાં LPG ડોમેસ્ટિક સિલિન્ડરની કિંમતોમાં મોટા ફેરફાર થયા હતા અને દેશની રાજધાની દિલ્હીં સિલિન્ડરની કિંમત ઘટીને ૯૦૩ રુપિયા પર આવી ગઈ હતી. હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રાહત કરવામાં આવતાં શહેરો અનુસાર જાેઈએ કે કયા કયા શહેરમાં શું શું કિંમત છે તો દિલ્હીમાં ૧૬૮૦ની જગ્યાએ ૧૫૭ રુપિયા સસ્તું થઈને કોમર્શિયલ સિલિન્ડર ૧૫૨૨.૫૦ રુપિયાનો થઈ ગયો છે. કોલકાતામાં નવી કિંમત ૧૬૩૬, તેવી જ રીતે મુંબઈમાં ૧૪૮૨ , ચેન્નઈમાં ૧૬૯૫ રુપિયામાં મળશે. જ્યારે ડોમેસ્ટિક સિલિન્ડરની કિંમતો દિલ્હી રૂ. ૯૦૩ છે. કોલકાતામાં રૂ.૯૨૯ છે. મુંબઈમાં રૂ. ૯૦૨.૫૦ અને ચેન્નાઇમાં રૂ. ૯૧૮.૫૦. સરકારે ૨૯ ઓગસ્ટની સાંજે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જે બાદ ૩૦ ઓગસ્ટે નવા દરો લાગુ કરવામાં આવ્યા હતા. ઉજ્જવલા યોજના હેઠળ આવતા ૧૦ કરોડથી વધુ લોકોને ૪૦૦ રૂપિયાનો લાભ મળશે કારણ કે તેમને પહેલાથી જ ૨૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી હતી. આ રીતે ચેક કરો લેટેસ્ટ પ્રાઈસઃ જાે તમે એલપીજી ગેસ સિલિન્ડરની લેટેસ્ટ પ્રાઈસ ચેક કરવા માગો છો તો iocl.com/prices of pªroleum products લિંક પર જઈને ચેક કરી શકો છો. અહીં તમને એલપીજીની કિંમતો સાથે જેટ ફ્યૂઅલ, ઓટો ગેસ, કેરોસીન સહિતની કિંમતોનું લેટેસ્ટ અપડેટ મળી જશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Nitish kumar: નવી સરકારની બીજી કેબિનેટ બેઠક – 19 દરખાસ્તોને મંજૂરી

    December 9, 2025

    Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધીનો પ્રહાર: ચૂંટણી પંચ, SIR અને મત ચોરી પર ગંભીર આરોપો

    December 9, 2025

    Vande Mataram debate: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જનતાના મહત્વના મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે!

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.