પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન નોર્વેના મેગ્નસ કાર્લસને ફિડેવર્લ્ડ કપ ફાઇનલ્સના પ્રથમ ટાઈ-બ્રેકરમાં ભારતના ૧૮ વર્ષીય ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાને હરાવી ટાઇટલ જીત્યું હતું. વિશ્વ કપના વિજેતાનો ર્નિણય આજે ટાઈબ્રેકર દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં કાર્લસને પ્રથમ ૨૫ મિનિટની ઝડપી રમત જીતી હતી. બીજી ગેમ ડ્રોમાં સમાપ્ત થઈ અને મેગ્નસ કાર્લસન વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યો હતો. ભારતના ૧૮ વર્ષીય પ્રજ્ઞાનાનંદાએ સોમવારે સેમિફાઇનલમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને ટાઈબ્રેકમાં હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. નોંધપાત્ર રીતે, પ્રજ્ઞાનાનંદા કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ ૨૦૨૪માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. કાર્લસન અને બોબી ફિશર પછી તે પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પહોંચનાર ત્રીજાે સૌથી યુવા ખેલાડી બન્યો. ઉમેદવારોમાં રમનાર વિશ્વનાથન આનંદ પછી તે બીજાે ભારતીય હશે. તે વર્લ્ડ કપ ફાઇનલમાં રમનાર સૌથી યુવા ખેલાડી પણ છે.
