સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘ટાઈગર ૩’ને લઈને ચર્ચામાં છે. તે જ સમયે સલમાન ખાનના ફેન્સ પણ ટાઇગર ૩ ની ઉત્સાહથી રાહ જાેઈ રહ્યા છે. દર્શકો ફરી એકવાર ‘ટાઈગર’ અને ‘ઝોયા’ની જાેડીને એકસાથે જાેવા માટે આતુરતા પૂર્વક રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન ટાઈગર ૩ ના પ્રથમ ગીત ‘લેકે પ્રભુ કા નામ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ગીત એકદમ શાનદાર છે. આ ગીત બોલિવૂડના જાણીતા સિંગર અરિજીત સિંહ દ્વારા ગવાયેલું છે. લેકે પ્રભુ કા નામ’ ગીતમાં સલમાન અને કેટરીના વચ્ચે જાેરદાર કેમેસ્ટ્રી જાેઈ શકાય છે. ટીઝરની શરૂઆત સલમાન ખાન અને કેટરીના આર બેક લાઇનથી થાય છે. આ સોન્ગમાં સલમાન અને કેટરીના કૈફ અલગ અંદાજમાં જાેવા મળી રહ્યા છે. ગીતના શબ્દો લોકોના હોઠ પર અત્યારથી જ રમતા થયા છે.
સલમાન ખાન અને કેટરિના કૈફે ટાઈગર ૩ ના પહેલા ગીત ‘લેકે પ્રભુ કા નામ’નું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે. ગીતમાં સલમાન-કેટરિના ફુલ સ્વેગમાં જાેવા મળ્યા છે. ગીતના ટીઝરમાં સલમાન અને કેટરીનાનો ડાન્સ ફેન્સને પસંદ આવ્યો છે. બધા કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ ગીત ‘લેકે પ્રભુ કા નામ’ ૨૩ ઓક્ટોબરના રોજ રિલીઝ થવાનું છે. જાે રિપોર્ટ્સનું માનીએ તો ૨૦૧૪માં એક એવોર્ડ શો દરમિયાન સલમાન અને અરિજીત વચ્ચે થોડોક અણબનાવ એટલે કે નોકજાેક થઈ ગઈ હતી. આ ઘટનાને લગભગ ૧૦ વર્ષ વીતી ગયા છે. આ સિંગર અરિજીત સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં અરિજિતે સલમાનને ભૂતકાળ ભૂલી જવાની અપીલ કરી છે. તે કહે છે કે જે થયું તે થઈ ગયું, હવે અરિજિત નથી ઈચ્છતો કે તેની અગાઉની લડાઈની અસર ટાઈગર ૩ના આ ગીત પર પડે. આ YRF ફિલ્મ ૧૨ નવેમ્બરે મોટા પડદા પર રિલીઝ થશે. જાે અહીંયા આ સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી, કુમુદ મિશ્રા, રેવતી, રિદ્ધિ ડોગરા અને અનંત વિધાત મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મ ટાઇગર ૩ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થવાની છે.