તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી પોતાની ઓડિયંસનું મનોરંજન કરી રહ્યા છે. આ શો ટીવી પર ટેલીકાસ્ટ થનારા સૌથી લાંબા શોમાંથી એક છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક પાત્ર દર્શકોની વચ્ચે પોતાની ખાસ જગ્યા બનાવી છે. આવું જ એક પાત્ર છે પોપટલાલનું. આ શોમાં એક્ટર શ્યામ પાઠક વર્ષોથી પોપટલાલ બની દર્શકોને હસાવી રહ્યા છે. પણ શું આપ જાણો છો કે , પડદા પર સૌને હસાવી લોટપોટ કરાવતા આ એક્ટરનું અસલી જીવન ખૂબ જ સંઘર્ષોથી ભરેલું છે. શ્યામ પાઠકનો જન્મ એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. તે પોતાના પરિવાર સાથે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક ચૉલમાં રહેતા હતા. તેમણે પોતાની જિંદગીમાં ૨૫ વર્ષ પોળમાં રહીને પસાર કરી છે.
રિપોર્ટ અનુસાર એક્ટરે બાળપણમાં જ નક્કી કરી લીધું હતું કે, તે અભિનયની દુનિયામાં ઓળખાણ બનાવવા માગતા હતા. પણ તેમને તે સમયે જરાં પણ અંદાજ નહોતો કે તે પોતાના સપના હકીકતમાં કેવી રીતે બદલી શકશે. પરિવારની આર્થિક સ્થિતિ ઠીક ન હોવાના કારણે એક્ટરને અભ્યાસ સાથે સાથે કામ પણ કરવું પડતું હતું. તે દિવસમાં કોલેજ જતાં હતા અને સાંજે પરિવારની આર્થિક મદદ માટે નાના મોટા કામ કરતા હતાં. એક સમય એવો હતો, જ્યારે ગુજરાન ચલાવવા માટે એક સાડીની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરવું પડ્યું. એન્ટરટેનમેન્ટ પોર્ટલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, જ્યારે તે સાડીની દુકાનમાં તેમની કોલેજની કોઈ છોકરી આવતી હતી, ત્યારે તેમને ખૂબ જ શરમ આવતી હતી. જાે કે, તેમનું માનવું છે કે, આ સમય દરમ્યાન તેમણે ઘણું બધું શિખ્યું.
કોલેજ દરમ્યાન એક્ટરની માતા ઈચ્છતી હતી કે તે સીએ બને. માતાનું સપનું પુરુ કરવા માટે તેમણે સીએ ઈંસ્ટિટ્યૂટમાં એડમિશન લઈ લીધું હતું. પણ તેમનું હ્દય કંઈક અલગ જ કરવા માગતું હતું, જેના કારણે તેમણે ભણતર અધવચ્ચે છોડી દીધું. આર્થિક તંગીની વચ્ચે તેમની પાસે એક્ટિંગ શિખવાના પૈસા નહોતા. તેઓ ઘણી વાર થિયેટરમાં જઈને ડિરેક્ટર્સ પાસે ફ્રીમાં નાટક જાેવા માટે રિક્વેસ્ટ કરતા અને બેકસ્ટેજમાંથી નાટકો જાેયા કરતા હતાં. શ્યામ પાઠકનો સંઘર્ષ ત્યારે ખતમ થયો, જ્યારે તેમને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન મળ્યું. NSD માં ભણ્યા બાદ તેમણે સીરિયલ્સની દુનિયામાં પગલું માંડ્યું. કેટલીય સીરિયલ્સમાં કામ કર્યા બાદ પોપટલાલના પાત્રથી તેમનું ભાગ્ય ચમક્યું.