ઇન્ટરનેટ પર નેપાળી એક્ટ્રેસ અને મૉડલ અદિતિ બુધાથોકી ખુબ જ ચર્ચામાં છે. અદિતિ બુધાથોકીના બૉલ્ડ અને ગ્લેમરસ લૂકને કારણે ઇન્ટરનેટ પર તે જલવો બિખેરી રહી છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે તેના લૂકને જાેઈને લોકોના દિલ ધડકી જાય છે. તાજેતરમાં તેના એથનિક લૂકે ઇન્ટરનેટ પર ધૂમ ચર્ચા જગાવી છે. આ તસવીરોમાં સાડીમાં તેની કિલર સ્ટાઈલ દેખાઇ રહી છે. નેપાળની બ્યૂટિફૂલ અને ગ્લેમરસ અભિનેત્રીઓની યાદીમાં અદિતિ બુધાથોકીનું નામ સામેલ છે. તેની દરેક સ્ટાઈલ ફેન્સની વચ્ચે આવતાની સાથે જ ઝડપથી વાયરલ થવા લાગે છે.
ઉપરાંત, અદિતિ બુધાથોકીનો દરેક લૂક લોકોમાં ખુબ ટ્રેન્ડ કરી રહ્યો છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેની લેટેસ્ટ પરંપરાગત શૈલીમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે. આ ફોટોશૂટ દરમિયાન અદિતિ બુધાથોકીએ બનારસી લૂકમાં સાડી પહેરી છે. આ લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ પોતાના ખુલ્લા વાળમાં ગજરા, ગળામાં માળા, હાથમાં બંગડીઓ અને ચળકતા મેક-અપ દ્વારા તેના અંદાજને પૂરક બનાવ્યો છે. આ તસવીરોમાં અભિનેત્રી કેમેરાની સામે કિલર આંખો સાથે પૉઝ આપી રહી છે અને ફેન્સના દિલ પર છવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીએ પંજાબીથી લઈને હિન્દી મ્યૂઝિક આલ્બમ્સમાં પણ પોતાની સ્ટાઈલ ફેલાવી છે. અભિનેત્રી પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી સોશ્યલ મીડિયાનું તાપમાન વધારે છે.