અભિનેતા સંજય દત્તે ફિલ્મ ‘રોકી’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી અભિનેતાએ હિન્દી સિનેમાને ‘સાજન’, ‘ખલનાયક’, ‘વાસ્તવ’ અને ‘મુન્નાભાઈ સ્મ્મ્જી’ જેવી ઘણી યાદગાર ફિલ્મો આપી છે. અભિનેતા આજે કરોડોની સંપત્તિનો માલિક છે અને મુંબઈમાં એક આલીશાન બંગલામાં રહે છે. સંજય દત્તનું આ મહેલ જેવું ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં છે. જેની કિંમત ૪૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અભિનેતાની પત્નીએ આ ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. જ્યાં તમને મંદિરથી લઈને જીમ સુધીની તમામ સુવિધાઓ જાેવા મળશે. સંજય દત્ત ભલે ગ્લેમરસ વર્લ્ડનો હોય પરંતુ એક્ટર રિયલ લાઈફમાં ખૂબ જ ધાર્મિક છે.
તે ઘણીવાર ઘરે ભગવાન શિવની પૂજા કરતા જાેવા મળે છે. અભિનેતાના ઘરમાં એક સુંદર મંદિર પણ છે. જેમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. સૌ કોઈ જાણે છે કે સંજય દત્ત તેમની માતા નરગીસ અને પિતા સુનીલ દત્તની ખૂબ જ નજીક હતા. તેમના નિધન પછી પણ અભિનેતા અવારનવાર તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ સિવાય અભિનેતાના ઘરમાં દરેક જગ્યાએ તેમના માતા-પિતાની તસવીરો છે. સંજય દત્તના ઘરનો ડાઇનિંગ એરિયા ઘણો મોટો છે. જેમાં તમને એક વિશાળ ટેબલ દેખાશે જેમાં અનેક રંગીન ખુરશીઓ હશે. અહીં અભિનેતાએ ઘણી વખત તેના પરિવાર સાથેની તસવીરો શેર કરી છે. સંજય દત્ત ફિટનેસ ફ્રીક છે. એટલા માટે તેણે પોતાના ઘરની અંદર એક મોટું જીમ બનાવ્યું છે. અહીં તમામ પ્રકારના જિમના સાધનો લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૮માં સંજય દત્તે માન્યતા દત્ત સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. જે તેના કરતા ૧૮ વર્ષ નાની છે. બંને હવે જાેડિયા બાળકોના માતા-પિતા છે.