કેટલીક ભોજપુરી અભિનેત્રીઓ પોતાની એક્ટિંગનો જલવો દેખાડી ચૂકી છે. અક્ષરા સિંહની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ ખુબ મોટા પાયે છે. ઈન્સ્ટાગ્રામ પર ૬૨ લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે તેના તમામ ફોટો પર ચાહકો ખુબ રિએક્ટ પણ કરે છે. હાલમાં પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ ખુબ ચર્ચામાં છે. તેણે આ ગ્લેમરસ ફોટોશૂટના ફોટો ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે. જેમાં ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ફોટોમાં અભિનેત્રી ફુલ બ્લેક આઉટફિટમાં સ્ટનિંગ લુક ફ્લોન્ટ કરી રહી છે. તેમણે ડ્રેસની સાથે મેચિંગ કેપ પણ પહેરી છે. જે તેના લુકને શાનદાર બનાવી રહી છે. ફોટોમાં જાેઈ શકાય છે કે, તેના ગરદન પાસે એક ટેટુ બનાવ્યું છે. આ ટેટુમાં તેણે પોતાનું નામ લખ્યું છે. ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું બસ એક છોટે શહેર કી લડકી બડે સપનો કે સાથ, ફોટોશૂટના કારણે અક્ષરા સોશિયલ મીડિયા પર છવાય છે. તેના ફોટો ચાહકો ખુબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક ચાહકો તેના આ લુકને ખુબ સુંદર કહી રહ્યા છે. તો કેટલાક હાર્ટ અને ફાયર ઈમોજી દ્વારા અભિનેત્રી પર પ્રેમ વરસાવી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેના ટેટુને લઈને પણ સવાલો કરી રહ્યા છે.