Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»બારસોઈ પ્રખંડ કાર્યાલયમાં લોકોનો પાવર કટનો વિરોધ કટિહારમાં પ્રદર્શનકારીઓ પર પોલીસ ગોળીબારમાં એકનું મોત
    India

    બારસોઈ પ્રખંડ કાર્યાલયમાં લોકોનો પાવર કટનો વિરોધ કટિહારમાં પ્રદર્શનકારીઓ પર પોલીસ ગોળીબારમાં એકનું મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 26, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બિહારના કટિહારમાં ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. જ્યારે બેની હાલત નાજુક છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બારસોઈ પ્રખંડ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો પાવર કટનો વિરોધ કરી રહ્યા હતા. આ પ્રદર્શનમાં ગ્રામજનો અને જનપ્રતિનિધિઓ પણ જાેડાયા હતા. અહીં વિરોધ કરી રહેલા લોકો અચાનક ઉગ્ર બની ગયા હતા. આ પછી પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને એરિયલ ફાયરિંગ કરી હતી.
    ફાયરિંગ દરમિયાન ૩ લોકોને પોલીસની ગોળી વાગી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બે લોકોના મોત થયા છે.

    જ્યારે બારસોઈ સબડિવિઝન પોલીસ અધિકારીએ એક વ્યક્તિના મોતની વાત કરી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે.
    ગોળી વાગવાથી મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ ૩૫ વર્ષીય મોહમ્મદ ખુર્શીદ તરીકે થઈ છે. ખુર્શીદ જે છછના ગામનો રહેવાસી હતો. બીજી તરફ ગંભીર રીતે ઘાયલ નિયાઝને સારવાર અર્થે સિલીગુર ખસેડવામાં આવ્યો છે. કટિહારની આ ઘટનામાં જનતાએ પોલીસ પર પથ્થરમારો કરવાનો પણ આરોપ લગાવ્યો છે. ત્યારબાદ પોલીસે ભીડને વિખેરવા માટે હવામાં ગોળીબાર કર્યો જેમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      અમિત શાહનો રાહુલ ગાંધી પર મોટો પ્રહાર! SIR અને વોટ ચોરીના આરોપો વચ્ચે કહ્યું, ‘આગામી 30 વર્ષ સુધી ભાજપની સરકાર રહેશે’

      October 22, 2026

      SBIમાં AI અને ટેક્નોલોજીના નિષ્ણાતો માટે ભરતી! જાણો લાયકાત, વયમર્યાદા અને અરજી કરવાની રીત

      October 21, 2026

      રાહુલ ગાંધીની વિદ્યાર્થીઓ સાથે મુલાકાત, વિયેતનામ પ્રવાસના દાવા વચ્ચે રાજકીય ગરમાવો

      October 21, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.