ઈરાકનું નજફ શહેર શિયા મુસ્લિમોનું સૌથી પવિત્ર શહેર છે. વિશ્વનું સૌથી મોટું કબ્રસ્તાન ‘વાડી અલ-સલામ’ આ શહેરમાં આવેલી છે. આ કબ્રસ્તાનના નામનો અર્થ વેલી ઓફ પીસ છે. અહીં એટલા માટે મુસ્લિમ સમુદાયના લોકો મૃત્યુ પછી અહીં દફન થવા માટે દુઆ માંંગતા હોય છે. આ કબ્રસ્તાનમાં લાખો મુસ્લિમોને દફનાવવામાં આવ્યા છે. વિશ્વના ડઝનબંધ પ્રખ્યાત વૈજ્ઞાનિકો ઉપરાંત, ઘણી હસ્તીઓ આમાં સામેલ છે. ૧૪મી સદીમાં બનેલું આ કબ્રસ્તાન ધીમે ધીમે મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. તેનું વિસ્તરણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં મહત્તમ રહ્યું છે. ૯૧૭ હેક્ટરમાં ફેલાયેલું આ કબ્રસ્તાન કોઈ શહેરથી ઓછું નથી લાગતું. અહીં એક છેડેથી બીજા છેડા સુધી જવા માટે તમને ઘણો સમય લાગી શકે છે.
હાલના દિવસોમાં આ કબ્રસ્તાનમાં દરરોજ દફનાવવામાં આવતા લોકોની સંખ્યા વધી રહી છે. જેનું કારણ ખૂબ જ દુઃખદ છે. વાસ્તવમાં, ૈંજીૈંજી સામે લડતા માર્યા ગયેલા મુસ્લિમોને અહીં દફનાવવામાં આવ્યા છે. તાજેતરના સમયમાં મધ્ય પૂર્વમાં ૈંજીૈંજીની ગતિવિધિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે, તેમનો સામનો કરવા જતા પહેલા મુસ્લિમ સૈનિકો આ ‘શાંતિની ખીણ’માં પ્રાર્થના કરે છે કે, મૃત્યુ પછી તેમને અહીં દફનાવવામાં આવે. ૈંજીૈંજી સામે લડતા મૃત્યુ પામેલા સૈનિકની કબર પર બેઠેલી માસૂમ બાળકી. લડાઈના કારણે મૃત્યુઆંક ઘણો વધી ગયો છે. નવા રિપોર્ટ અનુસાર અહીં દરરોજ ૨૦૦ લોકોને દફનાવવામાં આવી રહ્યા છે.