અમદાવાદમાં મોર્નિંગ વોક પર જતા લોકોના મોબાઇલ ફોન ઝૂંટવી લેતી ગેંગ સક્રિય થઈ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ ઝૂંટવી લેતી ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોએ મોર્નિંગ વોક માટે નીકળેલી મહિલાનો ર્રહી તેમજ અન્ય એક રસ્તે ચાલતી જતી મહિલા પાસેથી ફોન ઝૂંટવી લીધો હતો. સામાન્ય રીતે લોકો મોર્નિંગ વોકમાં અથવા તો મોડી રાત્રે ચાલવા જતા હોય છે. પોતાના ઘરની આસપાસના બાગ બગીચા કે રસ્તા ઉપર લોકો ચાલવા જતા હોય છે. ત્યારે આવા સમયે મોબાઇલ ફોન પર વાત કરતા લોકોના મોબાઇલ ઝૂંટવી લેવાની અનેક ફરિયાદો સામે આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે મોબાઈલ ઝૂંટવી લેતા શખ્સોની ધરપકડ કરી છે.
આ શખ્સોની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અમદાવાદમાં અલગ અલગ જગ્યા ઉપર આ પ્રમાણે જે લોકો સવારે અથવા રાતે ચાલવા જતા હોય છે અને તે સમયે મોબાઇલ ફોન પર વાત કરતા હોય છે ત્યારે તેમને ટાર્ગેટ કરતા હતા અને મોકો જાેઈને તેમનો મોબાઈલ ફોન ઝૂંટવી લેતા હતા. આ બંને ચોરો સામાન્ય રીતે મહિલાઓને પોતાનો પ્રથમ ટાર્ગેટ બનાવતા હતા. કેમકે મહિલાઓ જ્યારે ફોનમાં વાત કરતી હોય ત્યારે તેમની પાસેથી ફોન ઝૂંટવી લેવો સહેલો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એસજી હાઇવે પર ફાલ્કન પંપ પાસેથી મૂળ યુપીના એવા રવિરાજ ચંડેલ અને ઓમકારસિંહ ઠાકોરની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે તેઓ બંને ચાંગોદર જીઆઇડીસી વિસ્તારમાં રહે છે અને છૂટક મજૂરી કરે છે. તેઓ બંને પાસેથી પોલીસને બે ૈॅર્રહી તેમજ એક મોટરસાયકલ સહિત સવા લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે બંને આરોપીઓએ ત્રીજી ઓગસ્ટના રાત્રિના સમયે આનંદનગર વિસ્તારમાંથી ચાલીને જઈ રહેલા એક મહિલા કે જે ફોન ઉપર વાત કરતા હતા તેમની નજર ચૂકવી તેનો ફોન ઝૂંટવી લીધો હતો.
તો બીજી તરફ ૨૪ જુલાઈના દિવસે મોર્નિંગ વોક પર નીકળેલી એક મહિલા ફોન પર વાત કરતી હતી તે દરમિયાન પણ તેના હાથમાંથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો. હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને પાસેથી બે ૈॅર્રહી કબ્જે કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ બંનેની સાથે આ ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે અને અન્ય કોઈ જગ્યાએથી આ પ્રમાણે મોબાઈલ ફોન ઝૂંટવી લેવાના કેસમાં બંને સામેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે.