WhatsApp New Feature: WhatsApp ટૂંક સમયમાં UPI Lite પેમેન્ટ ફીચર રજૂ કરી શકે છે, જેનાથી વપરાશકર્તાઓ PIN-મુક્ત અને ઝડપી ડિજિટલ પેમેન્ટ કરી શકશે. આ સુવિધા ખાસ કરીને નાના વ્યવહારોને સરળ બનાવવા અને બેંક સર્વર પરનો ભાર ઘટાડવા માટે બનાવવામાં આવી છે.
મેટાનું મેસેજિંગ એપ WhatsApp ભારતમાં અને વિશ્વભરમાં લાખો લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. કંપની સતત નવી સુવિધાઓ અને અપડેટ્સ લાવી રહી છે, જેથી યૂઝર્સને શ્રેષ્ઠ અનુભવ મળી શકે. તાજેતરમાં એવી ખબર આવી હતી કે WhatsApp બિલ પેમેન્ટ ઓપ્શન લાવવા જઈ રહ્યું છે, જેથી તે Google Pay, PhonePe અને અન્ય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સ જેવી સુવિધાઓ આપી શકે. હવે, જાણવા મળ્યું છે કે WhatsApp ટૂંક સમયમાં UPI Lite પેમેન્ટ ફીચર પણ લાવી શકે છે. ચાલો, આ વિશે વિગતવાર જાણીએ.
Android Authority દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, WhatsAppમાં ટૂંક સમયમાં UPI Lite પેમેન્ટ ફીચર જોવા મળી શકે છે. WhatsApp v2.25.5.17 બીટા વર્ઝનમાં UPI Lite સંકળાયેલા કોડ સ્ટ્રિંગ્સ જોવા મળ્યા છે, જેના પરથી અનુમાન લગાવી શકાય કે આ ફીચર હાલમાં ટેસ્ટિંગ સ્ટેજમાં છે.
- બેંક સર્વર પર લોડ વધુ હોવા છતાં પણ પેમેન્ટ થશે.
- પેમેન્ટ ફેલ થવાની સમસ્યા ઓછી થશે.
- પિન-ફ્રી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા મળશે.
- UPI Lite માત્ર મુખ્ય ડિવાઇસ પર જ કામ કરશે અને અન્ય લિંક કરેલી ડિવાઇસ પર ઉપલબ્ધ નહીં હોય.