Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»પાકિસ્તાનની ટીમ હજુ સેમિફાઈનલની રેસમાં ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલાં પાક.ના ચાર સ્ટાર ખેલાડી હોસ્પિટલમાં
    Cricket

    પાકિસ્તાનની ટીમ હજુ સેમિફાઈનલની રેસમાં ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલાં પાક.ના ચાર સ્ટાર ખેલાડી હોસ્પિટલમાં

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 8, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાકિસ્તાનની ટીમ હજુ સેમિફાઈનલની રેસમાં છે. પાકિસ્તાન તેની આગામી મેચ ઇંગ્લેન્ડ સામે રમાશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરોની રહેશે. જાે પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામેની આ મેચ જીતવામાં સફળ થાય છે તો તેની સેમિફાઈનલમાં પહોંચવી ઉમ્મીદ વધી જશે. પરંતુ ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા પાકિસ્તાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના ૪ સ્ટાર ખેલાડીઓ હોસ્પિટલ પહોંચ્યા છે. આ ચાર ખેલાડીઓમાં પાકિસ્તાન ટીમના સ્ટાર ફાસ્ટ બોલર હરિસ રઉફનું નામ પણ સામેલ છે.

    મળેલા અહેવાલો મુજબ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફના છાતીમાં દુખાવો થયો હતો. જેના કારણે તેને હોસ્પિટલ જવું પડ્યું હતું. આવી સ્થિતિમાં તેના માટે ઇંગ્લેન્ડ સામે રમવું ખુબ મુશ્કેલ લાગી રહ્યું છે. હરિસ રઉફ ઉપરાંત ફખર ઝમાન, મોહમ્મદ વસીમ જુનિયર અને જમાલ ખાન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જાે કે હોસ્પિટલના એક કર્મચારીનું કહેવું છે કે હરિસ રઉફ ઉપરાંત અન્ય ત્રણ ખેલાડીઓ રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ હરિસ રઉફ ખરેખર ઈજાગ્રસ્ત છે.

    પાકિસ્તાન વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ૮ મેચમાંથી ૪ જીતી પોઈન્ટ્‌સ ટેબલ પર પાંચમા સ્થાને છે. પાકિસ્તાન તેની આગામી મેચ ઇંગ્લેન્ડ સામે ૧૧ નવેમ્બરના રોજ રમશે. જે પાકિસ્તાન આ મેચ જીતવામાં સફળ થાય છે તો તે સેમિફાઈનલમાં પહોંચી શકે છે. જાે કે પાકિસ્તાનનું સેમિફાઈનલમાં પ્રવેશ અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ પર પણ ર્નિભર કરશે. પાકિસ્તાની ફેન્સ ઇંગ્લેન્ડ સામે મેચ પહેલા હરિસ રઉફના સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા હશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shubman Gill: ભમન ગિલ કેલેન્ડર વર્ષમાં 1000 રનની નજીક

    November 11, 2025

    India Cricket Team: BCCI એ U19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત A અને B ટીમોની જાહેરાત કરી

    November 11, 2025

    MS Dhoni: ધોની આગામી સિઝનમાં CSK માટે રમશે, સંજુ સેમસન સાથે વેપાર ચર્ચાઓ ચાલુ છે

    November 7, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.