Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»Operation Sindoor: ભારતનો શક્તિશાળી પ્રહાર: પાકિસ્તાન અને પીઓકેમાં 900 આતંકીઓ પર મિસાઇલ છોડી
    India

    Operation Sindoor: ભારતનો શક્તિશાળી પ્રહાર: પાકિસ્તાન અને પીઓકેમાં 900 આતંકીઓ પર મિસાઇલ છોડી

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 7, 2025No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Operation Sindoor
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Operation Sindoor: ભારતનો શક્તિશાળી પ્રહાર: પાકિસ્તાન અને પીઓકેમાં 900 આતંકીઓ પર મિસાઇલ છોડી

    Operation Sindoor: ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર: ઓપરેશન સિંદૂર હેઠળ, પાકિસ્તાનના બહાવલપુર, મુરીદકે, મુઝફ્ફરાબાદ, કોટલી, ગુલપુર, ભીમ્બર, ચક અમરુ, સિયાલકોટમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો.

    ભારતનો મોટો પ્રતિઘાત: પાકિસ્તાનની ધરતી પરથી શડયંત્ર રચનારા આતંકવાદીઓને ઓપરેશન સિન્દૂરમાં સજા

    Operation Sindoor: ભારતના વિરોધમાં પાકિસ્તાનની જમીન પરથી શડયંત્ર રચનાર આતંકના સૂત્રધારોના લોન્ચ પેડ ભારતીય સેનાએ નષ્ટ કરી નાખ્યા છે. 6 થી 7 મેની રાત દરમિયાન ભારતીય સેનાએ “ઓપરેશન સિન્દૂર” અંતર્ગત પાકિસ્તાનમાં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર એક પછી એક હુમલા કર્યા અને તેઓને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધા.

    ખૂફિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈબા અને હિજબુલ મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોના આશરે 900 આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા.

    Operation Sindoor

    22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓની બેબાકીથી હત્યા કરવામાં આવી હતી, જેના કારણે આખો દેશ ગુસ્સેમાં તપાવી ગયો હતો. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની ધરતી પરથી એલાન કર્યું હતું કે, હુમલાખોર આતંકીઓ અને તેમની મદદગારોને ધરતીના અંતિમ છેડે પણ શોધી કાઢી ખતમ કરી દેવામાં આવશે. આ ઘટનાના ફક્ત 15 દિવસ બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના અધિકૃત કાશ્મીર (PoK)માં ઓપરેશન સિન્દૂર શરૂ કરી દીધું.

     

    ઓપરેશન સિન્દૂર: ક્યાં હતાં કેટલાં આતંકીઓ, કોનું હતું ઠેકાણું? જાણો વિગતવાર માહિતી

    ભારતીય સેના દ્વારા ઓપરેશન સિન્દૂર હેઠળ કરાયેલા હુમલાઓ બહુ જ કેન્દ્રિત અને સચોટ હોવાનું સરકારનું કહેવું છે. આ કાર્યવાહીના દરમિયાન ઘણા મહત્વના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. અલગ-અલગ શહેરોમાં કેટલાં આતંકીઓ હાજર હતાં અને કયા સંગઠનોના કેમ્પ હતાં, તે માહિતી નીચે મુજબ છે:

    જ્યાં હુમલા થયા, ત્યાં કેટલાં આતંકીઓ હાજર હતાં:

    • બહાવલપુર – 250 થી વધુ આતંકીઓ
    • મુરીદકે – 120 થી વધુ
    • મુઝફ્ફરાબાદ – 110-130
    • કોટલી – 75-80
    • ગુલપુર – 75-80
    • ભિંબર – 60
    • ચક અમરૂ – 70-80
    • સિયાલકોટ – 100

    Operation Sindoor

    કયા શહેરમાં કયું આતંકી સંગઠન?

    • બહાવલપુર (મરકઝ સુભાન અલ્લાહ) – જૈશ-એ-મોહમ્મદ
    • મુરીદકે (મરકઝ તૈયબા) – લશ્કર-એ-તૈયબા
    • તહરા કલાં (સરજલ) – જૈશ-એ-મોહમ્મદ
    • સિયાલકોટ (મેહમૂના જોયા) – હિજ્બુલ મુજાહિદ્દીન
    • બરણાલા (મરકઝ અહલે હદીસ) – લશ્કર-એ-તૈયબા
    • કોટલી (મરકઝ અબ્બાસ) – જૈશ-એ-મોહમ્મદ
    • કોટલી (મસકર રાહીલ શાહિદ) – હિજ્બુલ મુજાહિદ્દીન
    • મુઝફ્ફરાબાદ (શવાઈ નલ્લા કેમ્પ) – લશ્કર-એ-તૈયબા
    • મુઝફ્ફરાબાદ (સૈયદના બિલાલ કેમ્પ) – જૈશ-એ-મોહમ્મદ

     ભારતના અગ્રેસર પગલાં

    ભારત સરકારે કહ્યું છે કે આ ઑપરેશન સંપૂર્ણ રીતે સચોટ અને ટાર્ગેટેડ હતું. સરકાર પાસે પહેલગામ હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની સીધી સંડોવણી દર્શાવતા વિશ્વસનીય પુરાવા છે.

    હમલાઓ બાદ ભારતે વૈશ્વિક સ્તરે ઘણાં દેશોના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્ક સાધ્યો અને તેમને પાકિસ્તાન વિરુદ્ધ લેવાયેલા પગલાં વિશે વિગત આપી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના એનએસએ તેમજ વિદેશ મંત્રી માર્કો રૂબિયોની સાથે વાત કરી અને ઓપરેશન અંગે જાણકારી આપી.

     

    Operation Sindoor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Delhi Alert: ભારત-પાક તણાવ બાદ દિલ્હી એલર્ટ પર, લાલ કિલ્લો અને કૂતૂબ મિનાર સહિત ઐતિહાસિક સ્થળોની સુરક્ષા ચુસ્ત

    May 9, 2025

    Operation Sindoor: પાકિસ્તાન કરી શકે છે સાઇબર હુમલો! CERT-In નું ચેતવણી; જાણો કેવી રીતે બચવું

    May 8, 2025

    Operation Sindoor: ભારત-પાક બોર્ડર પર તણાવ વચ્ચે પંજાબ પોલીસએ જવાનોની છુટ્ટી રદ કરી, ‘આકસ્મિક ડ્યુટી માટે તૈયાર રહો’ કહ્યું

    May 8, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.