Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અરવલ્લીમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મોત ઇટાડી ગામના ૨૭ વર્ષીય યુવકને હાર્ટએટેક આવતા મોત થયુ
    Gujarat

    અરવલ્લીમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મોત ઇટાડી ગામના ૨૭ વર્ષીય યુવકને હાર્ટએટેક આવતા મોત થયુ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યમા નાની ઉંમરમાં યુવકોને હાર્ટ એટેક આવવાના કિસ્સામાં મોટાપાયે વધારો થયો છે. અરવલ્લીમાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. મોડાસાના ઇટાડી ગામના ૨૭ વર્ષીય યુવકને હાર્ટએટેક આવતા મોત થયું છે. ચૌધરી અશિત વિનોદભાઈ નામના યુવક રાજપીપળા ખાતે ન્ૈં માં ફરજ બજાવતો હતો. યુવકને રાજપીપળા ખાતે હાર્ટ અટેક આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. ૨૭ વર્ષીય યુવકનું મોત થતા પરિવાર પર માતમ છવાયો છે. યુવકના અવસાનથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં નાની ઉંમરના યુવકોને હાર્ટ એટેકે આવવાના કેસમાં મોટાપાયે વધારો થયો છે. ક્રિકેટ રમતા, જિમમાં વર્કઆઉટ કરતા અને રનીંગ દરમિયાન રાજ્યમાં હાર્ટએટેકેના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.

    હાર્ટ ફેલ્યોર એક ક્રોનિક લાંબી બિમારી છે જેમાં હૃદય શરીરની જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતું લોહી પંપ કરવામાં અસમર્થ હોય છે. આ રોગ સમય જતાં આગળ વધે છે અને હાર્ટ એટેક જેવી ઘટના સાથે અચાનક દેખાય છે. હાર્ટ ફેલ્યોરનું કારણ હાઇ બ્લડ પ્રેશર, કોરોનરી , આર્ટરી રોગ અને ડાયાબિટીસ છે.
    કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં, હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય છે, અને શરીરના મહત્વપૂર્ણ અવયવોમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. જાે સમયસર સારવાર ન કરવામાં આવે તો પરિણામ ઘાતક હોઈ શકે છે. કાર્ડિયાક અરેસ્ટમાં વ્યક્તિ બેભાન થઈ શકે છે અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું બંધ કરી દે છે. જાે તરત જ સારવાર ન કરવામાં આવે તો ઓક્સિજનની ઉણપ મગજને ડેમેજ કરે છે અને મિનિટોમાં જ દર્દીનું મૃત્યુ થાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    July 1 rule changes India:બિહાર ચૂંટણી અપડેટ

    July 1, 2025

    Weekly photo news highlights:ઈઝરાયલ ગાઝા હુમલા ફોટા

    July 1, 2025

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.