ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના ૧૪ દિવસ બરાબર છે. આ સંદર્ભમાં, ૨૩ ઓગસ્ટના રોજ ચંદ્રયાન ૩ દ્વારા ચંદ્રની સપાટી પર પહોંચેલા રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ પાસે માત્ર થોડા જ દિવસો બાકી છે. જાેકે, ઈસરોના વૈજ્ઞાનિકોએ પ્રજ્ઞાન અને વિક્રમ ફરી કામ કરવાનું શરૂ કરે તેવી શક્યતાને નકારી નથી, પરંતુ અત્યારે રોવર દ્વારા ઝડપથી ડેટા મેળવવો મહત્વપૂર્ણ બની ગયો છે.
ઈસરોએ કહ્યું છે કે, ચંદ્રયાન ૩ ચંદ્ર પર ત્રણ મોટા કામ કરવાના છે. તેમાં ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ, ચંદ્રની સપાટી પર શોધખોળ અને સપાટી પર કેટલાક પ્રયોગોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ઈસરો પ્રથમ બે બાબતોમાં સફળ રહ્યું છે, પરંતુ પ્રયોગનો તબક્કો હજુ ચાલુ છે. વિક્રમ અને પ્રજ્ઞાન પેલોડ વહન કરે છે જેના દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.
એસએસીના ડાયરેક્ટર નિલેશ એમ દેસાઈ કહે છે કે, વૈજ્ઞાનિકો દક્ષિણ ધ્રુવનું મહત્તમ અંતર કાપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બાકીના દિવસોમાં વૈજ્ઞાનિકો ૩૦૦ થી ૪૦૦ મીટરનું અંતર કાપવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી આ સમય દરમિયાન વધુમાં વધુ પ્રયોગો કરી શકાય.
નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, રોવરની ગતિવિધિઓને લઈને સમસ્યાઓ છે કારણ કે પૃથ્વી પર કેટલીક સેવાઓ ઉપલબ્ધ નથી. તેમણે જણાવ્યું કે, રોવરને દરરોજ ૩૦ મીટરનું અંતર કાપવાનું હોય છે, પરંતુ અત્યાર સુધી તે લક્ષ્ય હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. દેસાઈએ કહ્યું, ‘આ મિશન માટે અમારી પાસે માત્ર ૧૪ દિવસ બાકી છે, જે ચંદ્ર પરના એક દિવસ બરાબર છે. બાકીના દિવસોમાં આપણે વધુ પ્રયોગો અને સંશોધન કરી શકીએ તે જરૂરી છે. આપણે સમય સામેની રેસમાં છીએ. આપણે વધુમાં વધુ કામ કરવાનું છે અને ઈસરોના તમામ વૈજ્ઞાનિકો આ કામમાં લાગેલા છે.૧૪ દિવસ પછી, ચંદ્ર પર રાત પડશે અને વિક્રમ અને પ્રજ્ઞાન, સૌર ઉર્જાથી સંચાલિત છે જેના કારણે તે બંધ થઇ શકે છે. આ સિવાય એક પડકાર એ પણ છે કે, રાત્રે ચંદ્ર પર તાપમાન -૧૩૩ ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઠંડીના કારણે વિક્રમ અને પ્રજ્ઞાનના સાધનોના કામમાં પણ અવરોધ આવી શકે છે. જાે કે, ઈસરોના વૈજ્ઞાનિકોને આશા છે કે વિક્રમ અને પ્રજ્ઞાન સૂર્યના આગમન બાદ ફરી ગતિ પકડી શકે છે. આ લાંબી ચંદ્ર રાત્રિ દરમિયાન રોવર લેન્ડરના સંપર્કમાં રહેશે. આના દ્વારા જ ઇસરો પૃથ્વી પરનો ડેટા મેળવશે. રાત્રે રોવર સાથે સીધો સંપર્ક શક્ય બનશે નહીં.
