ગુજરાતમાં દારુબંધી તો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે છાસવારે દારુ પીવાના અને વેચવાના કિસ્સા સામે આવતા રહે છે. આ ઉપરાંત દારુના નશામાં ડ્રાઈવિંગ કરી અકસ્માત કરવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. દારુને લઈને અનેક વખત સવાલો ઉઠ્યા છે પરંતુ ક્યારેય કોઈ નક્કર કાર્યાવાહી કરવામાં આવતી નથી.આજે ફરી એકવાર દારુ વેચવાનો કિસ્સો સામે આવ્યો છે. જાે કે, આ વખતે સત્તાપક્ષ ભાજપના જ નેતા દારુ વેચતા ઝડપાતા અનેક રાજકારણ ગરમાયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાના ભાજપના કોર્પોરેટર વિરુધ્ધ ઇંગ્લિશ દારૂ વેચવા મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
વોર્ડ નંબર ૮ ના ભાજપના સભ્ય વિશાલ જાદવ વિરૂધ્ધ સુરેન્દ્રનગર ન્ઝ્રમ્ પોલીસે બી-ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો છે. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના ભાજપ સભ્ય વિશાલ જાદવ પોતાના ઘર પાસે ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. સભ્ય વિશાલ જાદવના ઘરના ઓટલા પાસેથી ઇંગ્લિશ દારૂની ૧૬ બોટલો મળી આવી હતી. જાે કે, રેડ સમયે વિશાલ જાદવ હાજર ન હતો. ન્ઝ્રમ્ પોલીસ ટીમે કરેલ રેડમાં માત્ર બિનવારસી હાલતમાં દારૂ મળી આવ્યો પરંતુ ભાજપનો સભ્ય ન ઝડપાતા શહેરમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.