Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»તેલીબિયાંના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો હતો સાતમ આઠમનાં તહેવાર પહેલા સીંગતેલના ભાવમાં ઘટાડો
    Business

    તેલીબિયાંના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો હતો સાતમ આઠમનાં તહેવાર પહેલા સીંગતેલના ભાવમાં ઘટાડો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સાતમ આઠમનાં તહેવાર પહેલા રાહતના સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે ૪૦ રૂપિયાનો ઘટાડો થતાં મોંઘવારીના મોરચો થોડી રાહત મળી છે. જાેકે આ ભાવ ઘટાડા પછી હજુ પણ સીંગતેલના ડબ્બાનો ભાવ ૩૦૦૦ રૂપિયાને પાર છે. રાજકોટમાં સીંગતેલનો ડબ્બો ૩૦૦૦ થી ૩,૦૪૦ રૂપિયા બોલાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકનાં પગલે ભાવમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવકમાં હવે વધારો થશે. જેના કારણે સીંગતેલેના ભાવમાં આગળ પણ ઘટાડો ધવાની ધારણા છે. વિદેશી બજારોમાં ખાદ્ય તેલ (ખાસ કરીને સૂર્યમુખી અને સોયાબીન તેલ)ના ઘટતા ભાવ વચ્ચે ગયા સપ્તાહે દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં ખાદ્યતેલો, તેલીબિયાંના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો હતો.

    સૂર્યમુખી તેલમાં આ ઘટાડાને કારણે લગભગ તમામ સ્થાનિક તેલ અને તેલીબિયાં અને સરસવ, સીંગદાણા તેલ અને તેલીબિયાં, સોયાબીન તેલ, ક્રૂડ પામ ઓઈલ અને પામોલિન અને કપાસિયા તેલના ભાવો પર દબાણ જાેવા મળ્યું હતું. ખેડૂતોએ સસ્તા દરે સોયાબીન ન વેચવાને કારણે સોયાબીન તેલીબિયાંના ભાવ અગાઉના સ્તરે રહ્યા હતા. બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે સમીક્ષા સપ્તાહ પહેલા સોયાબીન તેલનો ભાવ ઇં૧,૧૬૦ પ્રતિ ટન હતો, તે ઇં૧૦૦ ઘટીને ઇં૧,૦૬૦ પ્રતિ ટન થયો છે. એ જ રીતે, સૂર્યમુખી તેલના ભાવ અગાઉ ઇં૧,૦૭૦-ઇં૧,૦૮૦ થી ઘટીને ઇં૯૫૦ પ્રતિ ટન થયા છે. લગભગ ૧૦ મહિના પહેલા, સૂર્યમુખી તેલના ભાવમાં તફાવત જે ઝ્ર્રઁં થી ઇં૩૫૦ હતો, તે ઝ્ર્રઁં થી પ્રથમ વખત ઇં૧૦ પ્રતિ ટન થઈ ગયો છે.

    સૂર્યમુખી અને સોયાબીન તેલ ૩૧ માર્ચ સુધી ડ્યુટી ફ્રી આયાત કરી શકાય છે, પરંતુ ઓછી આવક ધરાવતા જૂથોમાં વપરાશમાં આવતા પામોલીન પર ૧૩.૭૫ ટકાની આયાત જકાત લાગુ પડે છે. જાન્યુઆરી મહિનામાં ડ્યુટી ફ્રી આયાત ક્વોટા હેઠળ ૪.૬૨ લાખ ટન સૂર્યમુખી તેલની આયાત કરવામાં આવી હતી, જ્યારે ફેબ્રુઆરીમાં સૂર્યમુખી તેલની ૧.૫૬ લાખ ટન આયાત કરવામાં આવી હતી. ૩૧ માર્ચ સુધી આ ક્વોટા સિસ્ટમ હેઠળ લગભગ ૧૦ લાખ ટન સૂર્યમુખી (સાત લાખ ટન) અને સોયાબીન (લગભગ ૩ લાખ ટન)ની આયાત કરવાની બાકી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ જંગી માત્રામાં આયાત આગામી ચાર મહિનાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતી છે. દેશના બંદરો પર સૂર્યમુખી તેલની કિંમત લગભગ ૧૦ મહિના પહેલા ૨૦૦ રૂપિયા પ્રતિ લિટરથી ઘટીને માત્ર ૭૩-૭૪ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ઊંચી કિંમતના સ્વદેશી તેલીબિયાં (સ્વદેશી સૂર્યમુખી તેલની કિંમત રૂ. ૧૩૫ પ્રતિ લિટર છે)નો વપરાશ કરવો મુશ્કેલ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    H-1B Visa: ટ્રમ્પ વહીવટીતંત્રનો મોટો નિર્ણય, ફી વધારીને $100,000 કરી

    September 21, 2025

    Goods and Services Tax: ભારતમાં કરવેરા પ્રણાલીમાં મોટા ફેરફારો

    September 21, 2025

    H-1B વિઝા ફીમાં વધારો: ભારત માટે પડકાર કે તક?

    September 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.