Nothing Phone 3
Nothing Phone 3: Nothing કંપની ટૂંક સમયમાં તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયારી કરી રહી છે. કંપનીએ તેના X (પૂર્વમાં Twitter) એકાઉન્ટ પર આ ડિવાઇસનો ટીઝર જાહેર કર્યો છે, જેમાં પરંપરાગત LED લાઇટ્સ જોવા મળી શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી ફોનનું નામ જાહેર કર્યું નથી, પરંતુ અહેવાલો અનુસાર આ ફોન Nothing Phone 3 હોઈ શકે છે.
Nothingના સ્માર્ટફોન્સ તેમના અનોખા ડિઝાઇન માટે જાણીતા છે, અને પાછલી શ્રેણીનો પ્રચંડ પ્રિય રહ્યો હતો. તો આવો જાણીએ કે આ નવો સ્માર્ટફોન iPhone ને કેવી રીતે ટક્કર આપી શકે છે.
- લૉન્ચ ડેટ: Nothing Phone 3 4 માર્ચ 2025 ના રોજ લોન્ચ કરવામાં આવશે.
- ડિઝાઇન અને ડિસ્પ્લે: ફોનમાં 6.5 ઈંચની ડિસ્પ્લે હશે, જે 120Hz રિફ્રેશ રેટ ને સપોર્ટ કરશે. પ્રો વેરિયન્ટમાં 6.7 ઈંચની ડિસ્પ્લે જોવા મળી શકે છે.
- ચિપસેટ અને પ્રોસેસર: પ્રો વેરિયન્ટમાં Snapdragon 8 Gen 3 ચિપસેટ મળશે.
- સ્ટોરેજ અને રેમ: ફોનમાં12GB રેમ અને 512GB સુધી સ્ટોરેજનો વિકલ્પ હશે.
- Glyph ઈન્ટરફેસ: બેક પેનલ પર Glyph ઈન્ટરફેસ હશે, જેમાં નવા ફેરફારો જોવા મળી શકે છે.