સુરતમાં એસ.ઓ.જી. અને કતારગામ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને ૪.૨૮ લાખનો ૪૨.૮૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ આ ઘટનામાં ગાંજાનો જથ્થો મૂકીને ફરાર થઈ જનારા ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ મળી આવે છે. સુરતમાં એસ.ઓ.જી. અને કતારગામ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને ૪.૨૮ લાખનો ૪૨.૮૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ આ ઘટનામાં ગાંજાનો જથ્થો મૂકીને ફરાર થઈ જનારા ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સુરત પોલીસ દ્વારા સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન સુરત એસઓજી પોલીસ અને કતારગામ પોલીસ દ્વારા કતારગામ જીઆઇડીસી , ઉત્કલન નગર ઝૂંપડપટ્ટી તેમજ અશોકનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ઉત્કલન નગર ઝુપડપટ્ટી પાસે રેલવે પટરી ઉપરથી પોલીસે ૪.૨૮ લાખની કિંમતનો ૪૨.૮૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે કતારગામ પોલીસ મથકમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ ગાંજાનો જથ્થો મૂકી નાસી જનાર ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને અગાઉ ગાંજાે, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું વેચાણ તેમજ હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ફરી એક વખત સુરતમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
