મહિસાગર જિલ્લામાં ફાયર અધિકારી લાંચ લેતા એસીબીની ઝાળમાં સપડાયા છે. પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટિવ બેંકની હેડ ઓફિસમાં હાઇડ્રન્ટ સિસ્ટમ લગાડેલી હતી. જેની એનઓસી રિન્યુ કરવા ગોધરા ઈન્ચાર્જ ફાયર અધિકારી, વર્ગ-૨, પ્રવિણસિંહ ફતેસિંહ સોલંકીએ રૂ. ૩૦ હજારની લાંચ માંગી હતી.. જેની મહિસાગર એસીબીએ લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.
લાંચની માંગણીની રકમઃ રૂ.૩૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમઃ રૂ.૩૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમઃ રૂ.૩૦,૦૦૦/-
ટ્રેપની તારીખઃ તા.૦૯/૦૮/૨૦૨૩
ટ્રેપનું સ્થળઃ મોજે – એસ.ટી.બસ સ્ટેન્ડ લુણાવાડા
આ કામના ફરિયાદીએ ૨૦૨૧ મા પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ ઓફીસ ગોધરા ખાતે હાઇડ્રન્ટ સીસ્ટમ લગાડેલ જેની એન.ઓ.સી. રીન્યુ કરવા માટે પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ ઓફીસ ગોધરા ખાતેથી વર્ક ઓર્ડર મળ્યો હતો. જેથી ફરિયાદીએ તા.૦૫-૦૪-૨૦૨૩ ના રોજ ગોધરા નગરપાલિકાની વિભાગીય ફાયર અધિકારીની ઓફીસે જઇ એન.ઓ.સી. રીન્યુ કરવા અરજી કરી હતી. એન.ઓ.સી. રીન્યુ કરવા માટેની ભરવાની થતી ફી રૂ.૩૫૦૦ ભરી હોવા છતાં એન.ઓ.સી. રીન્યુ ન થતા ૦૩-૦૭-૨૦૨૩ના ના રોજ ગોધરા ખાતે વિભાગીય ફાયર અધિકારીની ઓફીસે જઇ અધિકારીને મળતાં એન.ઓ.સી. આપવા માટે રૂ.૩૦,૦૦૦ ની માંગણી કરી હતી.
ફરિયાદીએ રૂ. ૩૦,૦૦૦ ની સગવડ થશે ત્યારે આપીશ તેમ કહેતા એન.ઓ.સી.આપવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીએ ફરિયાદીના મિત્રોને આપેલ એન.ઓ.સી. રદ કરવા અંગેની વાતચીત કરતા રૂ.૩૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતાં લાંચના રૂ.૩૦,૦૦૦ સ્વીકારતી વખતે રંગેહાથ પકડી લીધા હતા. આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરા(છઝ્રમ્)ની રચના કરવામાં આવી છે. જાે કે કાયદાની છટકબારીનો લાભ લઈને અંદાજે ૬૯ ટકા આરોપીઓ નિર્દોષ જાહેર થાય છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સામે વૈજ્ઞાનિક પુરાવા મેળવી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે એસીબીના ડાયરેક્ટરે આદેશ જારી કર્યો છે. રાજ્યમાં વધી રહેલા ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છેલ્લા એક સપ્તાહમાં છઝ્રમ્એ કરેલી કાર્યવાહી પરથી જાેવા મળી રહ્યું છે. રાજ્યમાં છઝ્રમ્એ છેલ્લા એક સપ્તાહમાં પોલીસ, ઉપસરપંચ, મામલતદાર, પોલીસના વહિવટદાર અને ફાયર વિભાગના અધિકારીઓને રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં છઝ્રમ્ના હાથે ૯ લાંચિયાઓ ઝડપાયા છે.