Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»ન્યૂલી વેડ કપલ એક્ટ્રેસના પગે લાગ્યા રશ્મિકા સાડી પહેરીને પોતાના આસિસ્ટન્ટના લગ્નમાં પહોંચી
    Entertainment

    ન્યૂલી વેડ કપલ એક્ટ્રેસના પગે લાગ્યા રશ્મિકા સાડી પહેરીને પોતાના આસિસ્ટન્ટના લગ્નમાં પહોંચી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 6, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સાઉથ સુપરસ્ટાર એક્ટ્રેસ અને નેશનલ ક્રશ બની ચૂકેલી રશ્મિકા મંદાનાનો એક વીડિયો અત્યારે વાયરલ થઇ રહ્યો છે, જેમાં ખુબ કૉમેન્ટ્‌સ આવી રહી છે, ખરેખરમાં, રશ્મિકા મંદાના તેના આસિસ્ટન્ટના લગ્નમાં હાજરી આપવા હૈદરાબાદ પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી એકદમ સિમ્પલ સાડી લૂકમાં જાેવા મળી હતી. તેમના લગ્નની કેટલીક તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં રશ્મિકા મંદાના નવા પરિણીત કપલ સાથે પૉઝ આપતી જાેવા મળી રહી છે. એક વીડિયોમાં રશ્મિકા મંદાનાના આસિસ્ટન્ટ અને તેની પત્ની એક્ટ્રેસના પગ સ્પર્શ કરતા જાેઈ શકાય છે. રશ્મિકા મંદાના તેના આસિસ્ટન્ટના લગ્નમાં એકદમ સિમ્પલ સાડી લૂકમાં પહોંચી હતી. આ ઇવેન્ટ માટે તેને નારંગી રંગની કૉટન સાડી પહેરી હતી અને તેને સ્લીવલેસ બ્લાઉઝ સાથે જાેડી હતી. રશ્મિકા ખુલ્લા વાળ, કપાળ પર મોટી લાલ બિંદી અને ગળામાં નાનું પેન્ડન્ટ સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના આ લૂકએ તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું.

    સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે જેમાં રશ્મિકા મંદાના તેના સહાયક અને તેની પત્ની સાથે પૉઝ આપતી જાેવા મળી રહી છે. તે જ સમયે, એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં નવવિવાહિત કપલ ??અભિનેત્રીના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેતા જાેવા મળે છે. રશ્મિકા મંદાના તેને શુભકામના આપતી જાેવા મળી રહી છે. સોશ્યલ પર વાયરલ થયેલા આ વીડિયોને ફેન્સ લાઈક અને રિએક્શન આપી રહ્યા છે. રશ્મિકા મંદાના છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે હિન્દી ફિલ્મ મિશન મજનૂમાં જાેવા મળી હતી. વળી, અભિનેત્રી પાસે પાઇપલાઇનમાં ઘણી ફિલ્મો છે. તે સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ એનિમલમાં જાેવા મળશે, જેમાં તે રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે. આ ફિલ્મ ૧ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઉપરાંત તેની પાસે પુષ્પા ૨ઃ ધ રૂલ પણ છે, જેમાં તે શ્રીવલ્લીનું પાત્ર ભજવીને ફરી એકવાર દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.