EPF
EPF ખાતાધારકો માટે મોટા સમાચાર છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આ વર્ષે જૂન સુધીમાં તેની નવી સોફ્ટવેર સિસ્ટમ સાથે EPFO 3.O લોન્ચ કરશે.આ માટે તમને નવું ATM કાર્ડ મળશે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે EPFO 3.O લોન્ચ થયા પછી જેમનું PF કપાય છે એ તમામ લોકોને એક નવું ATM કાર્ડ આપવામાં આવશે. આ ATM કાર્ડનો ઉપયોગ કરીને લોકો કોઈપણ ATMમાંથી સરળતાથી પોતાનું PF ઉપાડી શકશે.
જો કે, હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે આ ATM કાર્ડ માટે ક્યાં અરજી કરવી પડશે કે સરકાર પોતે જ PF ખાતું ધરાવતા લોકોના સરનામે ATM કાર્ડ મોકલશે. પરંતુ, એ સ્પષ્ટ છે કે 2025માં જ તમે તમારા ખાસ PF ATMમાંથી તમારા PFના પૈસા ઉપાડી શકશો.
ગયા મહિને જ શ્રમ સચિવ સુમિત દાવરાએ કહ્યું હતું કે વર્ષ 2025માં EPFO ગ્રાહકો ATM કાર્ડ દ્વારા તેમના PFના પૈસા ઉપાડી શકશે. આ ઉપરાંત, દાવરાએ એમ પણ કહ્યું હતું કે ખાતાધારકો તેમના ખાતામાંથી 50 ટકા સુધી પૈસા ઉપાડી શકે છે.
હાલમાં, EPFOના સબ્સ્ક્રાઇબર્સને તેમના ઓનલાઈન દાવાની પતાવટ માટે 7 થી 10 દિવસ રાહ જોવી પડે છે. એકવાર દાવાની પતાવટ થઈ જાય પછી પૈસા સીધા ખાતાધારકોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. જો કે, ATM સુવિધા શરૂ થયા પછી, તમે તમારા પીએફ ખાતામાંથી તરત જ સરળતાથી પૈસા ઉપાડી શકશો.