આપણામાંથી ઘણા લોકો એવા હશે જેને ગાળો (અપશબ્દ)આપવી કે સાંભળવી સારુ ન લાગતું હોય, પણ કેટલીય સ્ટડીઝ કહે છે કે, ગાળો આપવી એટલું પણ ખરાબ નથી, જેટલું આપણે સમજીએ છીએ. તેનાથી બીજાનું બ્લડ પ્રેશર ભલે વધી જાય પણ ગાળો આપવી આપણા સ્વાસ્થ્ય માટે સારુ છે. તે ન ફક્ત શારીરિક પણ માનસિક રીતે પણ આપણને ફિટ રાખે છે. વર્ષ ૨૦૧૫માં એક સ્ટડી થઈ હતી, જેમાં લોકોને અમુક ખાસ શબ્દો લખવા માટે કહેવામાં આવ્યું. આ શબ્દ અમુક ખાસ અક્ષરોથી લખવાના હતા. જેના રિઝલ્ટમાં શોધકર્તાઓને એવા એવા શબ્દો મળ્યા, જે મોટા ભાગે કસમ અને શ્રાપના હતા. અમુક ભણેલા-ગણેલા લોકોએ શ્રાપ આપવા માટે એવા શબ્દોની પસંદગી કરી, જે ખૂબ જ અલગ હતા. જે તેમની બુદ્ધિ દર્શાવે છે.
આ ઉપરાંત ન્યૂજર્સીની કીન યુનિવર્સિટીએ એક રિસર્ચમાં જણાવ્યું હતું કે, જે લોકો ગાળ આપીને પોતાનો ગુસ્સો ઠાલવે છે, તેમના મગજ પર બોઝ નથી રહેતો અને તેમને ઘણો ફાયદો થાય છે. તેનાથી ઉંમર પણ વધે છે અને ડિપ્રેશનના ચાન્સ ઓછા થઈ જાય છે. સ્ટડીમાં સામેલ છાત્રોના હાથને બરફના પાણીમાં ડુબાડીને રાખ્યા હતા. રિસર્ચમાં સામે આવ્યું છે કે જે છાત્ર આ દરમ્યાન ગાળો આપી રહ્યા હતા, તે તેને વધારે સમય સુધી સહન કરી શક્યા, કેમ કે તેમનો ગુસ્સો ગાળમાંથી નીકળી રહ્યો હતો. સ્ટ્રેસ ઓછું થવા પર માણસ લાંબુ આયુષ્ય જીવી શકે છે. સ્ટડી દરમ્યાન સામે આવ્યું છે કે, જે લોકો ગાળો નહોતા આપી રહ્યા, તેઓ જલ્દી હારી ગયા. પરિણામ અનુસાર, આ તેમના માનસિક સ્વાસ્થ્ય માટે સારુ હોય છે, જ્યારે મગજ સ્વસ્થ રહે છે, તો જિંદગી પણ લાંબી જીવાય છે.
