કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બે દિવસ પહેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (એનઈપી)ની અનુરૂપ શાળા શિક્ષણ માટે એક નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (એનસીએફ-૨૦૨૩) શરૂ કર્યું છે. આ અભ્યાસક્રમ ફ્રેમવર્કની અસર માત્ર બોર્ડની પરીક્ષાઓ પર જ નહીં પરંતુ સમગ્ર શાળાના શિક્ષણ પર પડશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (એનસીએફ-૨૦૨૩) શરૂ કર્યું છે. આ અભ્યાસક્રમ ફ્રેમવર્ક લગભગ ૩૬ વર્ષથી ચાલતી ભારતીય શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે બદલી શકે છે. આ નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી છે. અભ્યાસક્રમ ફ્રેમવર્કમાં ભારતમાં ધોરણ ૧ થી ૧૨ સુધી ઘણા મોટા ફેરફારો સૂચવવામાં આવ્યા છે જેમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરશે, તેઓ શું શીખશે, તેઓ કેવી રીતે શીખશે, એસેમ્બલી કેવી હશે, બેગ પુસ્તકો કેવા હશે, વિદ્યાર્થીઓની પ્રતિભાનું મૂલ્યાંકન કેવી રીતે થશે. આવા ઘણા મોટા ફેરફારોની દરખાસ્ત કરવામાં આવી છે.
આ નવા અભ્યાસક્રમ ફ્રેમવર્કમાં શાળાના શિક્ષણમાં વિદ્યાર્થીઓને ઘણા વિષયો શીખવવા ઉપરાંત, વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઓ અને ધોરણ ૧૨માં સેમેસ્ટર સિસ્ટમનો અમલ એ મહત્વના ફેરફારો છે. એનસીએફમાં વર્ગખંડોમાં બાળકો માટે બેઠક વ્યવસ્થા, શાળાઓમાં એસેમ્બલી, યુનિફોર્મ, ભાષા અને સાંસ્કૃતિક જાેડાણ જેવા અન્ય વિષયોમાં પણ ફેરફાર સામેલ છે. ઉદાહરણ તરીકે જાે તમે વર્ગની બેઠક વ્યવસ્થા લો, તો એનસીએફમાં, વર્ગોને ગોળાકાર આકાર અને અર્ધ-ગોળાકાર આકારમાં બેસવાનું કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, શાળાઓમાં એસેમ્બલીને ટેક્નિકલને બદલે મીનિંગફુલ બનાવવામાં આવશે. યુનિફોર્મમાં ફેરફાર વિશે વાત કરતાં, શાળાઓમાં સ્થાનિક હવામાન અનુસાર પરંપરાગત, આધુનિક અથવા લિંગ તટસ્થ યુનિફોર્મ પસંદ કરવાનો વિકલ્પ સામેલ છે.
એનસીએફમુજબ, માધ્યમિક તબક્કાને ચાર ગ્રેડમાં વિભાજિત કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓએ કુલ ૧૬ વિકલ્પ-આધારિત અભ્યાસક્રમો પૂર્ણ કરવાના હોય છે. સેકન્ડરી સ્ટેજને ૯મા, ૧૦મા, ૧૧મા અને ૧૨મા ક્લાસ એમ ચાર ગ્રેડમાં વિભાજિત કરવામાં આવે છે.
આ તબક્કામાં વિદ્યાર્થીઓએ ૮-૮ ગ્રુપમાં કુલ ૧૬-૧૬ પેપર આપવાના રહેશે. ૧૧-૧૨ના ભાગોને એક સાથે રાખવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓએ બે વર્ષ દરમિયાન ૮ વિષયોમાંથી દરેક જૂથના બે વિષયો (૧૬ વિષયો) અભ્યાસ કરવાના રહેશે. ઉદાહરણ તરીકે જાે કોઈ વિદ્યાર્થી સામાજિક વિજ્ઞાન વિષયમાંથી ઈતિહાસ પસંદ કરે છે, તો તેણે ઈતિહાસના ચાર પેપર (અભ્યાસક્રમો) પૂરા કરવા પડશે.બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સ્કોર કરવાની મંજૂરી આપવામાં આવશે. ધોરણ ૧૧,૧૨માં વિષયોની પસંદગી માત્ર સ્ટ્રીમ સુધી મર્યાદિત રહેશે નહીં, વિદ્યાર્થીઓને પસંદગીમાં સુગમતા મળશે. ૨૦૨૪ શૈક્ષણિક સત્ર માટે પાઠયપુસ્તકો વિકસાવવામાં આવશે. પૂર્ણ વર્ગમાં પાઠ્યપુસ્તકોને ‘કવર’ કરવાની વર્તમાન પ્રથા ટાળવામાં આવશે. પાઠ્યપુસ્તકોની કિંમત પણ ધ્યાનમાં લેવામાં આવશે. શાળા બોર્ડ યોગ્ય સમયે ‘ઓન ડિમાન્ડ’ પરીક્ષાઓ આપવાની ક્ષમતા વિકસાવશે.
બંને વર્ષના અભ્યાસ અને પરીક્ષાઓ સેમેસ્ટર પદ્ધતિથી કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ તે જ સેમેસ્ટરમાં તેમની પસંદગીના વિષયને પૂર્ણ કરવાનો રહેશે. ૧૬માંથી ૮ વિષયોના પેપર પ્રથમ વર્ષમાં એટલે કે ૧૧મા અને બાકીના ૮ વિષયોના પેપર બીજા સેમેસ્ટર એટલે કે ૧૨મા ધોરણમાં પૂર્ણ કરવાના રહેશે. તમામ ૧૬ પેપર (કોર્સ) પૂર્ણ કર્યા પછી, તમને ૧૨મા ધોરણનું પ્રમાણપત્ર મળશે. આ જ પેટર્ન ૯મા અને ૧૦માની પરીક્ષામાં પણ હશે.નર્સરીથી ગ્રેડ ૨માં ફાઉન્ડેશન સ્ટેજ ૩થી ૮ વર્ષની વયના બાળકો માટે છે. ગ્રેડ ૩ થી ૫માં પ્રાથમિક તબક્કો ત્રણ વર્ષ માટે છે અને તેમાં ગ્રેડ ૩, ૪ અને ૫નો સમાવેશ થાય છે. ગ્રેડ ૬થી ૮માં મધ્યમ તબક્કો ત્રણ વર્ષ માટે છે અને ગ્રેડ ૬, ૭ અને ૮નો સમાવેશ થાય છે. ગ્રેડ ૯થી ૧૨માં સેકન્ડરી સ્ટેજ ચાર વર્ષ માટે છે અને તેમાં ગ્રેડ ૯, ૧૦, ૧૧ અને ૧૨નો સમાવેશ થાય છે.
નવી શિક્ષણ નીતિમાં ૧૦ ૨ ફોર્મેટને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું કહેવામાં આવ્યું હતું. હવે તેને ૧૦ ૨થી ૫ ૩ ૩ ૪ ફોર્મેટમાં વહેંચવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે શાળાના પ્રથમ પાંચ વર્ષમાં પૂર્વ-પ્રાથમિક શાળાના ત્રણ વર્ષ અને ધોરણ ૧ અને વર્ગ ૨ સહિત ફાઉન્ડેશન સ્ટેજનો સમાવેશ થશે. ત્યારબાદ આગામી ત્રણ વર્ષને વર્ગ ૩થી ૫ માટે તૈયારીના તબક્કામાં વિભાજિત કરવામાં આવશે. આ પછી મધ્યમ તબક્કાના ત્રણ વર્ષ (વર્ગ ૬ થી ૮) અને માધ્યમિક તબક્કાના ચાર વર્ષ (વર્ગ ૯થી ૧૨) આવે છે. આ ઉપરાંત શાળાઓમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ સ્ટ્રીમનું ચુસ્તપણે પાલન નહીં થાય, વિદ્યાર્થીઓ હવે ગમે તે કોર્સ કરી શકશે.
