ક્યારેક શરદ પવારના નજીકના રહેવા દિલીપ વલસે પાટિલે તેમના એક નિવેદનમાં કંઈક એવું કહ્યું કે જેનાથી શરદ પવારના સમર્થકો નારાજ થઈ શકે છે. ખરેખર દિલીપ વલસે પાટિલે શરદ પવારના રાજકીય કદ સામે સવાલો ઊઠાવ્યા હતા અને કટાક્ષ કરતાં કહ્યું કે શરદ પવાર ક્યારેય પોતાના જાેરે રાજ્યમાં સરકાર બનાવી શક્યા નથી. પાટિલે એમ પણ કહ્યું કે રાજ્યના રાજકારણમાં ટૂંક સમયમાં ભૂકંપ આવશે.
અહેવાલ અનુસાર પૂણે જિલ્લામાં પોતાના મતવિસ્તાર અંબેગામના માચરમાં આયોજિત એક કાર્યક્રમમાં પાટિલે કહ્યું કે અમને હંમેશા એવું કહેવાતું હતું કે પવાર સાહેબ દેશના સૌથી મોટા નેતા છે પણ બીજી બાજુ તેમના નેતૃત્વમાં પાર્ટીએ ક્યારેય મહારાષ્ટ્રમાં પોતાના જાેરે સત્તા નથી મેળવી. અનેક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોએ પોતાના જાેરે સરકાર રચી છે જેમાં માયાવતી અને મમતાની પાર્ટી પણ સામેલ છે. વલસેએ કહ્યું કે જ્યારે બીજી બાજુ એક મોટા નેતા હોવા છતાં અમે વિધાનસભામાં ફક્ત ૬૦-૭૦ સીટો જ જીતી શક્યા! અજિત જીતનો ભાજપમાં વિલય થયો નથી. એનસીપી જ અમારી પાર્ટી છે અને પાર્ટીના ચૂંટણી ચિહ્ન અંગે ચૂંટણી પંચ જ્યારે ર્નિણય કરશે ત્યારે રાજકારણમાં ભૂકંપ આવી જશે. ઉલ્લેખનીય છે કે દિલીપ વલસે પાટિલ એનસીપીના એ નવ ધારાસભ્યોમાં સામેલ છે જે અજિત પવારના નેતૃત્વમાં રાજ્યની શિવસેના ભાજપ સરકારમાં જાેડાઈ ગયા હતા.
