ભારતમાં હોકીના જાદુગર સ્વ.શ્રી મેજર ધ્યાનચંદનાં જન્મદિનને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે તા.૨૯/૦૮/૨૦૨૩નાં રોજ ઉજવવામાં આવે છે. જે અનુસંધાને ડી.એલ.એસ.એસ શાળા ડી.આર.પટેલ શાળા દાંડી ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણીનું આયોજન વલસાડ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ભાઈઓ – બહેનોની હોકી, રસ્સાખેંચ અને ટેબલ ટેનિસની રમતનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ૩૫-પિતૃ સદન બંગ્લોઝ, રણછોડજી નગર, હીરો શો-રૂમનાં પાછળ, વલસાડ .
