મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના ૨૩ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૬.૩૭ મીટરે પહોંચી છે. હાલ સરદાર સરોવર ડેમ ૯૧ ટકા ભરાયો છે. સરદાર સરોવરના ૧૨ દરવાજા અને ૮ મશીનો દ્વારા ૮ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
જ્યારે આજે નર્મદા ડેમના કુલ ૩૦ દરવાજા ખોલવામાં આવશે. આજે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાં વરસાદથી સતત થઇ રહેલી પાણીની આવકના કારણે ડેમના દરવાજા ખોલાયા છે. તેવામાં ડભોઈ તાલુકાના નર્મદા નદી કિનારાના ગામોમાં અલર્ટ જાહેર કરાયું છે. યાત્રાધામ ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નંદેરીયા, સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીની જળસપાટી વધી રહી છે. તેવામાં કિનારાના વિસ્તામાં લોકોને ન જવા અપીલ કરાઇ છે. મધ્યપ્રદેશના ખરગોનમાં મેઘરાજાએ જાણે રૌદ્ર સવારી કરી છે. ડેમમાંથી સતત છોડાઈ રહેલા પાણીના કારણે નર્મદા નદી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે. એક સાથે અનેક ડેમોના દરવાજા ખોલાતા નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર થયું છે. નર્મદા નદી પર બનાવેલો પુલ પણ પાણીના આ પ્રવાહમાં જળમગ્ન થયો છે.
નર્મદા નદીના કિનારાના વિસ્તારોથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. પુલ પરથી પાણીનો પ્રવાહ વહેતો થતા ઈંદૌરલ ખંડવા માર્ગ સંપર્ક ખોરવાયો છે. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના ગેટ ખોલાયા છે. આજે બપોરે ૧૨ વાગ્યે નર્મદાના ડેમના ૧૦ ગેટ ખોલાયા હતા, જે બાદ કુલ ૧૨ દરવાજા અને ૮ મશીનો દ્વારા ૮ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આજે બપોરે ૧૨ વાગ્યે નર્મદાના ડેમના ગેટ ખોલાયા ત્યારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતા અને પોતાના કેમેરામાં ગેટ ખોલાયા ત્યારની તસવીરો અને વીડિયો લેતાં જાેવા મળ્યા હતા.