Most Instagram Followers Crickete: ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા 7 ક્રિકેટરો કોણ છે?
ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિકેટર: ઇન્સ્ટાગ્રામ પર આ 7 સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ભારતીય ક્રિકેટરો દર્શાવે છે કે તેમની સોશિયલ મીડિયા તેમજ મેદાન પર મજબૂત પકડ છે.
જ્યારે IPLનો ક્રેઝ ચરમસીમાએ હોય છે, ત્યારે ક્રિકેટરો ફક્ત મેદાનમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ હોય છે. ચાહકો તેમના મનપસંદ ખેલાડીઓને ફક્ત ચોગ્ગા અને છગ્ગા માટે જ નહીં, પરંતુ તેમની સ્ટાઇલ, ફિટનેસ, જીવનશૈલી અને મનોરંજક પોસ્ટ્સ માટે પણ ફોલો કરે છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર જ્યાં આ સ્ટાર્સ તેમના અંગત અને વ્યાવસાયિક જીવનની ઝલક બતાવે છે. તો ચાલો જાણીએ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરાયેલા 7 ભારતીય ક્રિકેટરો વિશે…
1. વિરાટ કોહલી – 270.3 મિલિયન ફોલોઅર્સ
ભારતના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી આ લિસ્ટમાં ટોચ પર છે. તેઓ ફક્ત ક્રિકેટ નહીં, પણ ઇન્સ્ટાગ્રામના પણ રાજા છે. તેમની ફિટનેસ, સ્ટાઇલ અને પત્ની અનુષ્કા સાથેના મજેદાર વીડિયો અને ફેમિલી મોમેન્ટ્સ લોકોને ખુબ જ ગમે છે.
2. સચિન ટેન્ડુલકર – 50.4 મિલિયન ફોલોઅર્સ
‘ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાતા સચિન ટેન્ડુલકર હવે રિટાયર થઈ ગયા છે, છતાં પણ તેમનું લોકપ્રિયતા એટલી જ મજબૂત છે. તેઓ અવારનવાર મો્ટિવેશનલ વાતો, જૂની યાદો અને સોશિયલ વર્ક સાથે જોડાયેલ પોસ્ટ્સ શેર કરે છે.
3. રોહિત શર્મા – 43.1 મિલિયન ફોલોઅર્સ
‘હિટમેન’ રોહિત શર્મા તેમના શાંત સ્વભાવ, પરિવાર સાથેના પળો અને મેદાનમાં ધમાકેદાર શોટ્સ માટે લોકપ્રિય છે.
4. સુરેશ રૈના – 27.6 મિલિયન ફોલોઅર્સ
IPLના ‘Mr. IPL’ ગણાતા સુરેશ રૈના આજે પણ લોકોના દિલમાં વસેલા છે. તેઓ તેમના પરિવાર, ફિટનેસ અને સંગીતના શોખ વિશે Instagram પર શેર કરે છે.
5. કે.એલ. રાહુલ – 22.1 મિલિયન ફોલોઅર્સ
સ્ટાઇલિશ પર્સનાલિટી ધરાવતા કે.એલ. રાહુલ, અભિનેત્રી અથિયા શેટ્ટી સાથેના સંબંધને લઈ પણ ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને જોવા મળે છે.
6. યુવરાજ સિંહ – 20.6 મિલિયન ફોલોઅર્સ
છગ્ગા મારવાનો કિંગ અને કેન્સર સાથે લડીને મેદાનમાં પાછા ફરેલા યુવરાજ સિંહ હંમેશા લોકો માટે પ્રેરણા છે. તેઓ મજેદાર રીલ્સ અને જૂની યાદગાર મેચોની યાદો પોસ્ટ કરતા રહે છે.
7. શિખર ધવન – 19.1 મિલિયન ફોલોઅર્સ
‘ગબ્બર’ શિખર ધવન તેમના રમૂજિયા અંદાજ અને ડાન્સિંગ વીડિયોઝ માટે જાણીતા છે. તેમના દરેક પોસ્ટ્સમાં હંમેશાં હાસ્ય અને પોઝિટિવ એનર્જી જોવા મળે છે.