Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»૧૦૦થી વધુ ગ્રામજનો ફસાઈ ગયા હોવાની આશંકા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલનથી ૧૬ લોકોના મોત
    India

    ૧૦૦થી વધુ ગ્રામજનો ફસાઈ ગયા હોવાની આશંકા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલનથી ૧૬ લોકોના મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 21, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મહારાષ્ટ્રમાં બુધવારે રાતે આ વર્ષની સૌથી મોટી કુદરતી આફત આવી પડી હતી. ૧૫ ઈંચ કરતાં વધારે વરસાદના કારણે થયેલા ભારે ભૂસ્ખલને રાયગઢ જિલ્લાના સહ્યાદ્રિ રેન્જના તલહટીમાં ઈરશાલવાડી નામના એક અંતરિયાળ આદિવાસી ગામને નષ્ટ કરી દીધું હતું. પુણેથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની (એનડીઆરએફ) પાંચમા બટાલિયનની ચાર ટીમ પોતાના કમાન્ડિંગ ઓફિસર એબી સિંહના નેતૃત્વમાં અન્ય રાહત એન્જન્સીઓ સાથે ત્યાં રાહત-બચાવની કામગીરીમાં લાગી ગઈ છે. ગામમાં પહોંચવા માટેના રસ્તા પર તૂટી ગયા છે. બચાવકર્મીઓએ ૧૬ મૃતદેહને બહાર કાઢ્યા હતા અને આશરે ૧૦૦ લોકો ફસાયા હોવાની આશંકા છે. કર્જતની નજીકની ડુંગરાળ વસાહતમાં ૪૮ ઘર હતા અને ત્યાંના રહેવાસીઓ પશુપાલન તેમજ ખેતીકામ પર ર્નિભર હતા.

    અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૮૮ ગ્રામજનો બચી ગયા હોવાનું માનવામાં આવે છે. તો કરજતના સબ ડિવિઝન ઓફિસર અજીત નૈરાલેએ જણાવ્યું હતું કે ‘૧૮ પરિવારના ઘરોને નુકસાન થયું છે અને અન્ય સાતને આંશિક રીતે નુકસાન થયું છે’. અવિરત વરસાદના કારણે બચાવ કાર્ય થોડા સમય માટે ધીમું પડી ગયું હતું અને ખોદકામ કરનારાઓને પહાડી સ્થળ પર લઈ જવામાં મુશ્કેલી પડી હતી. સિંહે ઉમેર્યું હતું કે ‘ગુરુવારે સાંજે બચાવ કામગીરી બંધ કરવામાં આવી હતી અને શુક્રવારે સવારે ફરી શરૂ થશે. પહાડી વિસ્તાર અને ખરાબ હવામાનને જાેતા એરફોર્સના એરક્રાફ્ટનો ઉપયોગ કરીને ખોદકામ મશીનરનીને એરલિફ્ટ કરવાની કોઈ શક્યતા નથી. જેઓ ફસાયેલા છે તેવા પીડિતોના જીવિત રહેવાની શક્યતા ખૂબ ઓછી છે. ફસાયેલા લોકોનો ચોક્કસ આંકડો હજી અસ્પષ્ટ છે’.

    ૧૬ મૃતકોમાં ૧૨ પુખ્ત વયના અને ૪ બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી આઠ પુરુષ અને આઠ મહિલા છે. એનડીઆરએફની ટીમોએ ૨૧ ગ્રામજનો તેમજ એક બળદ સહિત કેટલાક પશુધનને બચાવ્યા હતા. મુખ્યમંત્રી એકનાથ શિંદે સ્થળ પર દોડી ગયા હતા અને બાદમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારમાં જઈને તપાસ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વહીવટીતંત્ર ગુમ થયેલા તમામને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગામના કેટલાક બાળકો સ્કૂલમાં હતા જ્યારે અન્ય કામથી બહાર હતા. તેમણે મૃતકના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી તો બચી ગયેલા લોકોને આશરો આપવાનું કહ્યું હતું.

    એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘રાહત અને બચાવ અભિયાનના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ગામ ભૂસ્ખલન સંભવિત ગામના લિસ્ટમાં નહોતું. હવે અમારી પ્રાથમિકતા ફસાયેલા લોકોને બચાવવાની છે. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને રાજ્ય સરકાર પ્રભાવિત લોકો સાથે છે. સતત વરસાદ થઈ રહ્યો છે અને કાટમાળનો ૨૦ ફૂટ ઊંચો ઢગલો થઈ ગયો છે. બચાવ કાર્ય માટે બે હેલિકોપ્ટર તૈનાત છે પરંતુ ખરાબ વાતાવરણના કારણે તે ઊડાન નથી ફરી શકતા’.

    મહારાષ્ટ્રમાં વરસાદને લઈને આઈએમડીએ એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીએ શુક્રવાર માટે રાયગઢ, પુણે અને પાલઘર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ અને રત્નાગિરી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વાતાવરણને જાેતા પાલઘરમાં શુક્રવારે તમામ સ્કૂલો બંધ રહેશે. વરસાદના રેડ એલર્ટને જાેતા જિલ્લાધિકારીએ આદેશ જાહેર કર્યો છે. મહારાષ્ટ્રમાં વરસાદના કારણે અત્યારસુધીમાં ૪૩ લોકોના મોત થયા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.