Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મોદી સરકાર આઈપીસીમાં ફેરફારો માટે લાવી બિલ ગુજરાતના નેતાઓ માટે ખુશખબર! દેશદ્રોહનો કાયદો હવે થશે ખતમ
    India

    મોદી સરકાર આઈપીસીમાં ફેરફારો માટે લાવી બિલ ગુજરાતના નેતાઓ માટે ખુશખબર! દેશદ્રોહનો કાયદો હવે થશે ખતમ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 12, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેન્દ્ર સરકારે ભારતીય દંડ સંહિતા, ફોજદારી પ્રક્રિયા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમમાં સુધારા માટે શુક્રવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા છે. આ ત્રણ કાયદા દેશમાં અંગ્રેજાેના સમયથી લાગુ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય ન્યાય સુનિશ્ચિત કરવાનો છે, સજા આપવાનો નથી. તેમણે કહ્યું કે, જે કાયદાઓ રદ કરવામાં આવશે તેનું ધ્યાન બ્રિટિશ વહીવટીતંત્રને સુરક્ષિત અને મજબૂત બનાવવા પર હતું. એ કાયદાઓનો વિચાર ન્યાય આપવાનો નહીં, સજા કરવાનો હતો. હવે ત્રણેય નવા કાયદા ભારતીય નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે.

    ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, ૨૦૨૩ અને ભારતીય પુરાવા બિલ, ૨૦૨૩ને વધુ તપાસ માટે સંસદીય પેનલને મોકલવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, નવા કાયદામાં અમારું લક્ષ્ય સજા આપવાનું નથી, પરંતુ ન્યાય આપવાનું છે. શાહે કહ્યું કે, ૧૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાને લાલ કિલ્લાની કિલ્લા પરથી દેશની સામે ૫ શપથ લીધા હતા. તેમાંથી એક પ્રતિજ્ઞા હતી કે અમે ગુલામીના તમામ ચિહ્નોને સમાપ્ત કરીશું. આજે હું જે ત્રણ બિલ લાવ્યો છું, તે ત્રણેય બિલ મોદીજીએ લીધેલા શપથમાંથી એકને પૂર્ણ કરી રહ્યા છે.

    બિલ અનુસાર નવા કાયદા દ્વારા કુલ ૩૧૩ ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ફોજદારી ન્યાય પ્રણાલીમાં સંપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે કલમોમાં ૭ વર્ષથી વધુની સજા છે, ત્યાં ફોરેન્સિક ટીમ પુરાવા એકત્ર કરવા પહોંચી જશે.
    – રાજદ્રોહની સજામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા બિલમાં રાજદ્રોહનું નામ હટાવી દેવામાં આવ્યું છે. કલમ ૧૫૦ હેઠળની જાેગવાઈઓ કેટલાક ફેરફારો સાથે યથાવત રાખવામાં આવી છે. સૂચિત કલમ ૧૫૦માં રાજદ્રોહ માટે આજીવન કેદ અથવા ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

    ૨૦૨૭ પહેલા દેશની તમામ કોર્ટ કોમ્પ્યુટરાઈઝ થઈ જશે. જાે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે તો તેના પરિવારજનોને તાત્કાલિક જાણ કરવામાં આવશે. આ માટે પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવશે.
    – ૩ વર્ષ સુધીની સજાપાત્ર કલમોની સમરી ટ્રાયલ થશે. જેના કારણે આ કેસની સુનાવણી અને ર્નિણય ટૂંક સમયમાં આવશે. જજે આરોપ ઘડ્યાના ૩૦ દિવસની અંદર પોતાનો ચુકાદો આપવો પડશે.

    – જાે સરકારી કર્મચારી સામે કેસ નોંધાય છે તો ૧૨૦ દિવસમાં કેસ ચલાવવાની પરવાનગી આપવી જરૂરી છે.
    – સંગઠિત અપરાધમાં કઠોર સજાની જાેગવાઈ કરવામાં આવી છે. મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલી શકાય છે, પરંતુ સંપૂર્ણ નિર્દોષ મુક્તિ સરળ નહીં હોય. – રાજદ્રોહને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી રહ્યો છે. કોર્ટ ગુનેગારોની મિલકત જપ્ત કરવાનો આદેશ આપશે, પોલીસ અધિકારી નહીં.

    રાજદ્રોહ કાયદો સમાપ્ત થશે. તેના બદલે હવે કલમ ૧૫૦ હેઠળ ચાર્જ નક્કી કરવામાં આવશે. કલમ ૧૫૦ કહે છે – ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જાેખમમાં મૂકતા કૃત્યો. જે કોઈ પણ જાણી જાેઈને બોલીને અથવા લખીને શબ્દો કે સંકેતોથી , દૃશ્યમાન પ્રતિનિધિત્વ દ્વારા અથવા ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર દ્વારા અથવા નાણાકીય માધ્યમોનો ઉપયોગ કરીને અથવા અન્યથા, અલગતા અથવા સશસ્ત્ર બળવો અથવા વિધ્વંસક પ્રવૃત્તિઓને ઉશ્કેરે છે અથવા પ્રયાસ કરે છે અથવા અલગતાવાદી પ્રવૃત્તિઓની લાગણીઓને પ્રોત્સાહન આપે છે અથવા સાર્વભૌમત્વને જાેખમમાં મૂકે છે. અથવા ભારતની એકતા અને અખંડિતતા અથવા આવા કોઈ કૃત્યમાં સામેલ હોય અથવા કરે તો તેને આજીવન કેદ અથવા સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Taiwan China tension news:તાઇવાન સંરક્ષણ મંત્રાલય અપડેટ

    July 2, 2025

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.