Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»સપ્તાહના પ્રારંભિક દિવસે બજારમાં મિશ્ર પ્રતિસાદ સેન્સેક્સમાં ૭૯ અને નિફ્ટીમાં ૬ પોઈન્ટનો સામાન્ય વધારો નોંધાયો
    India

    સપ્તાહના પ્રારંભિક દિવસે બજારમાં મિશ્ર પ્રતિસાદ સેન્સેક્સમાં ૭૯ અને નિફ્ટીમાં ૬ પોઈન્ટનો સામાન્ય વધારો નોંધાયો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 14, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આજે ખુલતા કારોબારી દિવસમાં માર્કેટમાં મીલીજુલી પ્રતિભાવો મળ્યા છે, આજે માર્કેટમાં નિફ્ટી અને સેન્સેક્સ બન્નેમાં ચઢાવ ઉતાર જાેવા મળ્યા છે. કારોબારી દિવસના અંતે આજે બીએસઇ સેન્સેક્સમાં વધારો જાેવા મળ્યો હતો, દિવસના અંતે સેન્સેક્સ ૦.૧૨ ટકાના વધારા સાથે ૭૯.૨૭ પૉઇન્ટ ચઢીને ૬૫,૪૦૧.૯૨ અપ રહ્યો હતો, જ્યારે એનએસઇનો ઇન્ડેક્સ નિફ્ટી ૦.૦૩ ટકાની સાથે ૬.૨૫ પૉઇન્ટના વધારા સાથે ૧૯,૪૩૪.૫૫એ બંધ રહ્યો હતો. આમ આજે સ્ટૉક માર્કેટના બન્ને ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ચઢાવ ઉતાર સાથે બંધ રહ્યાં હતા.

    આજે વૉલિટિલિટીની વચ્ચે માર્કેટ સપાટ સ્તર પર બંધ રહ્યું, આઇટી શેરો ચઢ્યા, મેટલ શેરોમાં ઘટાડો જાેવા મળ્યો હતો. ફિન નિફ્ટી એક્સપાયરીના દિવસના માર્કેટમાં નીચે રિક્વરી જાેવા મળી અને કારોબારીના અંતે નિફ્ટી-સેન્સેક્સ નીચલા સ્તર પર બંધ રહ્યાં. આઇટી, એફએમસીજી, એનર્જી શેરોમાં ખરીદદારી રહી જ્યારે મેટલ, રિયલ્ટી, ઓટો શેરોમાં દબાણ રહ્યું. વળી, પીએસઇ, ફાર્મા, બેન્કિંગ શેરોમાં ઘટાડો જાેવા મળ્યો. આ બધાની વચ્ચે મિડકેપ, સ્મૉલકેપ શેરોમાં દબાણ જાેવા મળ્યુ. કારોબારના અંતમાં સેન્સેક્સ ૭૯.૨૭ પૉઇન્ટ વધ્યો હતો.

    રિલાયન્સ- ઇન્ફોસિસમાં તેજીના કારણે સ્થિર થયુ માર્કેટ, ભારે ઘટાડા બાદ અંતિમ કલાકોમાં ખરીદદારીના કારણે ગ્રીન સાઇન પર બંધ થયુ માર્કેટ સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ અસ્થિર રહ્યું છે. સવારે ઘટાડા સાથે બજાર ખુલ્યા બાદ બીએસઈ સેન્સેક્સ ૫૦૦ પૉઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટીમાં ૧૭૦ પૉઈન્ટનો ઘટાડો જાેવા મળ્યો હતો. પરંતુ છેલ્લા ટ્રેડિંગ કલાકમાં બજારે નીચલા સ્તરેથી શાનદાર વાપસી કરી હતી. નિફ્ટીમાં ૨૦૦ પૉઇન્ટની રિકવરી જાેવા મળી હતી જ્યારે ૭૦૦ પૉઇન્ટની રિકવરી જાેવા મળી હતી. આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૭૯ પૉઈન્ટના વધારા સાથે ૬૫,૪૦૧ પર અને નિફ્ટી ૬પોઈન્ટના વધારા સાથે ૧૯,૪૩૪ પૉઈન્ટ પર બંધ થયો હતો.

    આજના કારોબારમાં આઈટી અને એફએમસીજી શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી જાેવા મળી હતી. આ બે સેક્ટર ઉપરાંત મીડિયા અને એનર્જી સેક્ટરના શેરોમાં પણ તેજી જાેવા મળી હતી. જ્યારે બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ સેક્ટર, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઘટાડો જાેવા મળ્યો છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ ઘટાડો જાેવા મળ્યો છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૩ વધ્યા અને ૧૭ નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના ૫૦માંથી ૨૩ શેર વધીને અને ૨૭ ઘટીને બંધ થયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Operation Sindoor: ભારત-પાક બોર્ડર પર તણાવ વચ્ચે પંજાબ પોલીસએ જવાનોની છુટ્ટી રદ કરી, ‘આકસ્મિક ડ્યુટી માટે તૈયાર રહો’ કહ્યું

    May 8, 2025

    Manoj Narvane On Operation Sindoor: ઓપરેશન સિંદૂર બાદ પૂર્વ આર્મી ચીફ મનોજ નર્વણેએ પાકિસ્તાનને આપ્યું મોટું ટેન્શન

    May 7, 2025

    Rahul Gandhi એ સેના પર ગૌરવ વ્યક્ત કર્યો, ઓવૈસીએ કહ્યું – આતંકવાદીઓને આ રીતે ખતમ કરવા જોઈએ

    May 7, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.