Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Auto»Mibot ev બજારમાં ધમાકેદાર એન્ટ્રી અને વધી જશે સ્પર્ધા!
    Auto

    Mibot ev બજારમાં ધમાકેદાર એન્ટ્રી અને વધી જશે સ્પર્ધા!

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 3, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Mibot ev
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Mibot ev ઉત્પાદન શરૂ થાય તે પહેલાં જ તેના 2250 યુનિટ પ્રી-બુક થઈ ગયા

    Mibot EV ની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઓક્ટોબર 2025 થી ઉત્પાદન શરૂ થાય તે પહેલાં જ તેના 2250 યુનિટ પ્રી-બુક થઈ ગયા છે

    Mibot ev: આજના સમયમાં શહેરી અને ગ્રામિણ બંને વિસ્તારોમાં યાતાયાત એક મોટી સમસ્યા બની ગઈ છે. ખાસ કરીને જ્યારે વધારે ભાગ લોકો એકલયાત્રા કરતા હોય. હે તે ઓફિસ જવું હોય, શોપિંગ કરવું હોય કે બીજું કોઈ વ્યક્તિગત કામ. આવી પરિસ્થિતિમાં જાપાનની સ્ટાર્ટઅપ કંપની KG મોટર્સએ એક અનોખું ઉકેલ રજૂ કર્યો છે. મિબોટ EV, જે એક સિંગલ સીટર, નાની ઈલેક્ટ્રિક કાર છે.

    મિબોટ EV ની સૌથી ખાસ વાત એ તેનો કોમ્પેક્ટ અને ઇકો-ફ્રેન્ડલી ડિઝાઇન છે. તેની કિંમત માત્ર 7,000 અમેરિકન ડોલર એટલે લગભગ 6 લાખ રૂપિયા છે, જે તેને સામાન્ય લોકો માટે સસ્તું બનાવે છે. એકવાર ફુલ ચાર્જ થયા પછી આ કાર 100 કિલોમીટર સુધી ચાલે શકે છે અને તેની મહત્તમ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. તેને ફુલ ચાર્જ થવામાં માત્ર 4 કલાક લાગે છે. તેનો ડિઝાઇન મિનિમલ છે અને તે નાના ગોલ્ફ કાર્ટ જેવી દેખાય છે, પરંતુ તેમાં તમામ જરૂરી ફીચર્સ આપવામાં આવ્યા છે.

    Mibot ev

    2250 યુનિટની થઈ પ્રી-બુકિંગ

    મિબોટ EV ની લોકપ્રિયતાનું આ અંદાજ લગાવી શકાય છે કે ઓક્ટોબર 2025 માં પ્રોડક્શન શરૂ થવા પહેલા જ તેની 2250 યુનિટ્સની પ્રી-બુકિંગ થઈ ગઈ છે. આ સંખ્યા ઓછું લાગી શકે, પરંતુ જો તુલના કરીએ તો આ સંખ્યા toyota દ્વારા ગયા વર્ષે જાપાનમાં વેચાયેલી ઇલેક્ટ્રિક કારોથી પણ વધુ છે. આથી સ્પષ્ટ થાય છે કે લોકો હવે મોટી કારોની બદલે નાના અને સ્માર્ટ વિકલ્પોની તરફ વધી રહ્યા છે.

    KG મોટર્સનો મુખ્ય ફોકસ જાપાનના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો પર છે, જ્યાં સસ્તા અને ટકાઉ વાહનોની સૌથી વધુ જરૂરિયાત હોય છે. કંપનીનું લક્ષ્ય છે કે વર્ષ 2027થી મિબોટ EVની ડિલિવરી શરૂ કરવામાં આવશે અને દર વર્ષે 10,000 યુનિટ્સનું ઉત્પાદન કરવામાં આવશે.

    Mibot ev

    ટાટા-મહિન્દ્રાની હાલત ટાઈટ થશે

    મિબોટ EV એ ઉદાહરણ છે કે કેવી રીતે ઓછી કિંમતે, યોગ્ય ડિઝાઇન અને પર્યાવરણ પ્રત્યે જાગૃત વિચાર સાથે કોઈ પણ સ્ટાર્ટઅપ મોટી કંપનીઓને પડકાર આપી શકે છે. ભારત જેવા દેશમાં, જ્યાં ટ્રાફિક અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ છે, આવી નાની ઇલેક્ટ્રિક કારો ભવિષ્યમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ માત્ર એક કાર નથી, પણ બદલાતી વિચારસરણી અને જરૂરિયાતોની ઝલક છે. એવી મોબિલિટી, જે સ્માર્ટ અને ટકાઉ બંને છે.

    Mibot ev
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Matter Aera Electric Bike: માત્ર ₹0.25/km દોડતી ભારતમાં લોન્ચ થયેલી મેટર એરા ઇલેક્ટ્રિક બાઇક

    July 5, 2025

    Triumph Scrambler 1200 X 2026 ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ: જાણો નવી ડિઝાઇન, ફીચર્સ અને અંદાજિત કિંમત

    July 4, 2025

    Tata Tiago કાર લેવા માટે એક ઉત્તમ વિકલ્પ

    July 2, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.