MG Cyberster vs BMW Z4: જાણો આ બે વાહનો વચ્ચેનો તફાવત
MG Cyberster vs BMW Z4: MG Cyberster ભારતમાં ₹72.49 લાખની શરુઆતની કિંમતે લોન્ચ થઈ છે. આ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર 0 થી 100 કિમિ/કલાકની ગતિ માત્ર 3.2 સેકન્ડમાં પકડે છે. ચાલો વિગતે જાણીએ.

ડિઝાઇન અને કદમાં કોણ આગળ?
કદ અને ડિઝાઇનની વાત કરીએ તો MG Cyberster અને BMW Z4 બન્ને લો-હાઈટ અને સ્ટાઈલિશ સ્પોર્ટ્સ રોડસ્ટર છે. જોકે, MG Cyberster થોડી વધુ લંબાઈ અને પહોળાઈ ધરાવે છે, જ્યારે બંને કારોના ગ્રાઉન્ડ ક્લિયરેન્સ લગભગ સમાન છે. ડિઝાઇનની દૃષ્ટિએ Z4 એક સાદું પણ સ્પોર્ટી લૂક આપે છે, જ્યારે Cyberster તેના શાર્પ લૂક અને સુપરકાર જેવા દરવાજાઓ સાથે અલગ અને વધુ આકર્ષક લાગે છે.
પરફોર્મન્સમાં કોણ કોને પાછળ છોડે?
હવે પરફોર્મન્સની વાત કરીએ તો BMW Z4માં 3.0-લીટર પેટ્રોલ એન્જિન છે, જે 340 હોર્સપાવર અને 500 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ કાર 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે અને રિયર-હીલ ડ્રાઇવ સિસ્ટમ ધરાવે છે. Z4 માત્ર 4.5 સેકંડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.
બીજી તરફ, MG Cyberster ડ્યુઅલ મોટર સેટઅપ સાથે છે, જે 510 હોર્સપાવર અને 725 એનએમ ટોર્ક આપે છે. આ કાર ઓલ-હીલ ડ્રાઇવ સિસ્ટમ પર કામ કરે છે અને માત્ર 3.2 સેકંડમાં 0 થી 100 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. સાથે જ, એક વાર ચાર્જ કરીને MG Cyberster લગભગ 580 કિમી સુધી દોડવી શકે છે.
કિંમત અને વેલ્યુ-ફોર-મનીમાં કોણ આગળ?
કિંમતોની દૃષ્ટિએ BMW Z4ની શરૂઆત લગભગ 92.9 લાખ રૂપિયાનું છે, જ્યારે MG Cybersterની શરૂઆતની કિંમત 72.49 લાખ રૂપિયા છે. MG Cyberster માત્ર સસ્તી નથી, પરંતુ વધુ પાવર, અનોખું ડિઝાઇન અને અદ્યતન ઇલેક્ટ્રિક ટેકનોલોજી પણ પ્રદાન કરે છે. બીજી બાજુ, BMW Z4 વિશ્વસનીય પેટ્રોલ એન્જિન, ક્લાસિક સ્પોર્ટ્સ કારનો અનુભવ અને ઝડપી ખુલતાં સોફ્ટ-ટોપ રૂફ સાથે આવે છે.
જો તમે ઇલેક્ટ્રિક ભવિષ્ય, શાનદાર પરફોર્મન્સ અને સ્ટાઈલિશ ડિઝાઇનમાં રસ ધરાવો છો, તો MG Cyberster તમારું શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. પરંતુ જો તમે ક્લાસિક રિયર-હીલ ડ્રાઇવ અને પેટ્રોલ એન્જિનવાળી પ્રીમિયમ સ્પોર્ટ્સ કારનો અનુભવ ચાહો છો, તો BMW Z4 તમારા માટે યોગ્ય પસંદગી છે.